Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

સલમાન ખાનનાં ઘર બહાર કરણી સેનાનું આક્રમક પ્રદર્શન, મુંબઈ પોલીસમાં દોડધામ મચી ગઈ

મુંબઇ : દેશનાં સૌથી મોટા એન્ટરટેનમેન્ટ શો બિગ બોસને રોકવાની માગ તો કરવામાં આવી જ રહી હતી પરંતુ હવે તેના વિરુદ્ધમાં આંદોલન પણ થવા લાગ્યા છે અને પ્રદર્શનો શરૂ થયાં છે. જ્યારથી બિગ બોસ શરૂ થયો ત્યારથી જ કોઈને કોઈ વાતને લઈ તે વિવાદમાં રહ્યો છે. આ પહેલા એક મંત્રીએ પણ બિગ બોસ પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ નાખ્યો હતો અને પ્રકાશ જાવડેકરે રિપોર્ટ મંગાવ્યા હતાં.

આ બધા કારણો વચ્ચે મુંબઈ પોલીસે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘર બહાર સુરક્ષા વધારી દીધી છે. પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું કે કરણી સેનાના સદસ્યો સહિત પ્રદર્શનકારીઓના એક સમુહે શુક્રવારે મુંબઈનાં બ્રાન્દ્રામાં આવેલા સલમાન ખાનના ઘર બહાર પ્રદર્શન કર્યું હતું.

પોલીસે આગળ વાત કરી કે, પોલીસ વિભાગે આ બધા પ્રદર્શનકારીઓને હિરાસતમાં લઈ લીધા છે. આ સાથે જ સલમાન ખાનની ઘર બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એ બધા વિરોધીઓકારીઓની એક જ માગ હતી કે બેડ ફ્રેન્સ ફોરએવર જેવી વાહિયાત અવધારણાને કારણે બિગ બોસ 13 પર સંપુર્ણ પણે રોક લગાવવામાં આવે.

પોલીસ અધિકારીએ કહ્યું કે, આ અવધારણાની કરણી સેના સહિત કેટલાય સંગઠનોએ ભારે આલોચના કરી છે. જેમણે દાવો કર્યો છે આ અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે અને ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. પોલીસનું કહેવું છે કે કોઈ પણ અપ્રિય ઘટના ન બને એ માટે સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે હવે પરિસ્થિતિ સામાન્ય છે.

(11:36 am IST)