Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ચેન્નઈ કનેક્ટ : ભારત-ચીન વચ્ચે સહકારનો એક નવો યુગ શરૂ થયો

મલ્ટિપલ સેસનોમાં મોદી-ઝિગપિંગ વચ્ચે આશરે છ કલાક સુધી વાતચીત : બંધ બારણે બેઠકથી લઈ દરિયાકાંઠે સુધી ચર્ચા : મતભેદ દુર કરવા સંમત : ભારતમાં થયેલા શાનદાર સ્વાગતથી ઝિગપિંગ પ્રભાવિત : ત્રીજી અનૌપચારિક બેઠક માટે મોદીને ચીન આવવા આમંત્રણ : પ્રતિનિધિસ્તરની વાતચીત યોજાઈ

મહાબલીપુરમ, તા. ૧૨ : તમિળનાડુના શહેર મમલ્લાપુરમ (મહાબલીપુરમ)માં ભારત અને ચીનની વચ્ચે ઉતારચઢાવવાળા સંબંધોમાં આજે એક નવા યુગની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની પ્રમુખ શી ઝિનપિંગની સાથે બે દિવસમાં આશરે છ કલાક વાતચીત કરી હતી. વાતચીત બાદ બંને પડોશી દેશોએ આ નવા સંબંધોને ચેન્નઈ કનેક્ટનું નામ આપ્યું છે. મોદીએ કહ્યું છે કે, બંને દેશ છેલ્લા ૨ હજાર વર્ષના મોટાભાગના ગાળામાં આર્થિક મહાસત્તા તરીકે રહ્યા છે અને ફરીવાર મહાસત્તા બનાવવાની દિશામાં વધી રહ્યા છે. ગયા વર્ષે વુહાન બેઠકનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, તેમની ભાવના મુજબ મતભેદોને વિવાદોનું કારણ બનવાની તક અપાશે નહીં. સાથે સાથે બંને દેશો એકબીજાની ચિંતાઓને ધ્યાનમાં લઈને આગળ વધશે. આ સંદર્ભમાં ચીની પ્રમુખે પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, તેઓ પોતાના ભવ્ય સ્વાગતથી ખુબ જ રોમાંચિત છે. બેઠકમાં બંને દેશો વચ્ચે દ્ધિપક્ષીય મુદ્દાઓ ઉપર વાતચીત થઈ છે.

            તમિળનાડુના કોવલમ સ્થિત ફિશરમેન કોવ રિસોર્ટમાં મોદી અને ઝિગપિંગ વચ્ચે આજે એક કલાક સુધી વાતચીત ચાલી હતી. બંધ બારણેથી લઈને દરિયા કિનારે સુધી બંને નેતાઓની વાતચીતનો સિલસિલો ચાલ્યો હતો. જેમાં ભારત તરફથી વિદેશમંત્રી જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સામેલ રહ્યા હતા. બંને નેતાઓએ વેપાર અને આતંકવાદ સહિતના મુદ્દાઓ ઉપર વાતચીત થઈ હતી.બંને નેતાઓ સાડા પાંચ કલાકથી વધુ સમય સુધી વન ઓન વન મિટિંગમાં રહ્યા હતા. બે દિવસ દરમિયાન મલ્ટીપલ સેસનનો દોર ચાલ્યો હતો. મોદીએ વાતચીત બાદ કહ્યું હતું કે, સહકારના નવા યુગની શરૂઆત થઈ રહી છે. ચેન્નઈ કનેક્ટ મારફતે બંને દેશોમાં સહકારના નવા યુગની શરૂઆત થઈ રહી છે. લક્ઝરી રિસોર્ટ ખાતે પ્રતિનિધિ સ્થરની વાતચીત પણ યોજાઈ હતી.

               મોદીએ કહ્યું હતું કે, ભારત અને ચીન વર્ષોથી વૈશ્વિક આર્થિક સત્તાઓ તરીકે છે. મોદીએ પોતાના સંબોધનમાં ચીનની સાથે મતભેદોને ઉકેલવા વુહાન રોડ મેપનો ઉલ્લેખ કર્યો હતો. વુહાન સ્પીરિટથી સંબંધોમાં નવી ગતિ આવી છે. ચીની પ્રમુખ શી ઝિનપિંગેે આજે તેમની ઐતિહાસિક ભારત યાત્રાના બીજા દિવસે જુદા જુદા કાર્યક્રમો અને મિટિગોમાં હાજરી આપી હતી. પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઐતિહાસિક સ્મારકોને નિહાળ્યા બાદ અને તેમની સાથે ભારત આવી પહોંચ્યા બાદ પ્રથમ અનૌપચારિક બેઠક રાત્રે યોજ્યા બાદ આજે સવારે ફરીથી બેઠકોનો દોર શરૂ થયો હતો. પ્રથમ દિવસે જ્યારે ઝિનપિગ ભારત પહોંચ્યા ત્યારે તમિળનાડુના મહાબલીપુરમ ખાતે ઐતિહાસિક સ્થળો પર ભ્રમણ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ મોદી અને ઝિનપિંગ અડી કલાક સુધી ડિનર વેળા સાથે રહ્યા હતા. જેમાં જુદા જુદા મુદ્દા પર ચર્ચા થઇ હતી. આજે સવારે ભરચક કાર્યક્રમોની શરૂઆત થઇ હતી. સવારમાં ઝિનપિંગનો કાફલો ચેન્નાઇના હોટેલ આઇટીસી  ગ્રાન્ડ ચોલાથી કોવલમ માટે રવાનો થયો હતો. જ્યાં મોદી સાથે તેમની બેઠક યોજાઇ હતી. જેમાં જુદા જુદા વિષય પર ફરી એકવાર ચર્ચા થઇ હતી. બંને નેતાઓ વચ્ચે ત્યારબાદ પ્રતિનિધીસ્તરની વાતચીત પણ થઇ હતી. આ સંયુક્ત વાતચીત દરમિયાન વિદેશ પ્રધાન જયશંકર ખાત હાજર રહ્યા હતા. બીજા દોરની અનૌપચારિક વાતચીત થઇ હતી. સવારે દસ વાગ્યાની આસપાસ તાજ ફિશરમેન્સ કોવ રિસોર્ટ ખાતે આ બેઠક થઇ હતી. ગઇકાલે શુક્રવારના દિવસે  જિનપિંગ તમિળનાડુના મહાબલીપુરમમાં પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેન્નાઈ વિમાની મથકે લાલઝાજમ બિછાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમિળ સંસ્કૃતિના દર્શન પણ તેમને કરાવાયા હતા. તમિળ શાસ્ત્રીય સંગીતના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કર્યા હતા.

             ભારત નાટ્યમના કલાકારોએ પણ તેમની સંસ્કૃતિ દર્શાવી હતી. બીજી બાજુ મોટી સંખ્યામાં બાળકોએ ભારત અને ચીનના ધ્વજ લહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતુ. ત્યારબાદ જિનપિંગ સીધીરીતે મહાબલીપુરમ ખાતે પહોંચ્યા હતા. જ્યા તેમની મોદી સાથે પ્રથમ અનૌપચારિક મુલાકાત થઇ હતી. આ પ્રસંગે મોદી પારંપરિક તમિળ પરિધાનમાં નજરે પડ્યા હતા. મોદીએ જિનપિંગને મહાબલીપુરમના ઐતિહાસિક સ્થળોનું ભ્રમણ કરાવ્યું હતું. એશિયાના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની બેઠક શરૂ થઇ ચુકી છે. મોદી અને જિનપિંગે હાથ પકડીને હાથ ઉઠાવી મજબૂત સંબંધોને સંકેત આપ્યો હતો. બંનેએ મહાબલીપુરમના ઐતિહાસિક ત્રણ સ્મારકોનું ભ્રમણ કર્યું હતું. જિનપિંગ માટે ખાસ ડિનરનું આયોજન પણ મોડી રાત્રે કરવામાં આવ્યું હતું. આ મુલાકાત અનૌપચારિક હોવાથી બંને નેતાઓ મળ્યા ત્યારે તેમના હાવભાવને લઇને કોઇ પ્રોટોકોલ આડે આવ્યા ન હતા. જિનપિંગ પણ વિશેષ કોઇ વસ્ત્રોમાં દેખાયા ન હતા. મોદીએ માર્ગ ઉપર જ ચીનના પ્રમુખની આગેવાની કરી હતી. ત્યારબાદ આગામી એક કલાક સુધી શીને મહાબલીપુરમના પ્રાચીન મંદિરો, ખાસ ઝુકેલા પથ્થરોની અનમોલ વિરાસત દર્શાવી હતી.  મોદીએ જિનપિંગને જે ત્રણ ઐતિહાસિક સ્મારકોને દર્શાવ્યા હતા તેમાં અર્જુનની તપસ્યાવાળા સ્થળ, પંચરથ અને શૌર મંદિરનો સમાવેશ થાય છે.

             સાંજ પડતાની સાથે જ શૌર મંદિરમાં બંને નેતાઓએ રામાયણની પટકથાનું મંથન નિહાળ્યું હતું. આ સાંસ્કૃતિક નૃત્ય ભારતના પ્રસિદ્ધ સાંસ્કૃતિક નૃત્ય કલા ક્ષેત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જેને ક્લાસીકલ ડાન્સર અને કાર્યકર રુકમણી દેવીએ ૧૯૩૬માં રચ્યું હતું.  શી જિનપિંગ સમક્ષ સ્વાગતમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. બંને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા અને આ ગાળા દરમિયાન હળવાશના મૂડમાં દેખાયા હતા. જિનપિંગને ભેંટમાં તંજાવુરના પેઇન્ટિંગ સુપ્રત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોદીએ જિનપિંગને અન્નમ લેમ્પ અને નૃત્ય કરતી માતા સરસ્વતીની પેઇન્ટિંગ સુપ્રત કરી હતી. ૨૭ અને ૨૮મી એપ્રિલના દિવસે ગયા વર્ષે વુહાનમાં બંને નેતાઓ પ્રથમ વખત શિખર બેઠકમાં મળ્યા હતા.

(12:00 am IST)