Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

અમેરિકાના સૌથી વધુ 400 શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવતા 7 ઇન્ડિયન અમેરિકન : ફોર્બ્સ મેગેઝીને જાહેર કરેલી 2019 ની સાલની યાદી

વોશિંગટન : સુપ્રસિધ્ધ ફોર્બ્સ મેગેઝીને 2019 ની સાલના અમેરિકાના સૌથી વધુ 400 શ્રીમંત વ્યક્તિઓની યાદી જાહેર કરી છે.જેમાં 7 ઇન્ડિયન અમેરિકન વ્યવસાયિકોએ સ્થાન હાંસલ કર્યું છે.

આ સાત ઇન્ડિયન અમેરિકન વ્યાવસાયિકોમાં 3.8 બિલિયન ડોલરની સંપત્તિ સાથે શ્રી રાકેશ ગંગદેવ 207 માં ક્રમે છે.3.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે શ્રી જય ચૌધરી 225 માં ક્રમે,3.3 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા શ્રી રોમેશ ટી.વઢવાણી 261 માં ક્રમે ,2.2 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા શ્રી કવિતાર્ક રામ શ્રીરામ 370 માં ક્રમે ,તેમજ તેટલી જ સંપત્તિ ધરાવતા શ્રી બ્રાયન શેઠ તથા શ્રી અનિલ ભુસરી પણ 370 માં ક્રમે, તથા 2.1 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા શ્રી વિનોદ ખોસલા 388 માં ક્રમે છે.તેવું જાણવા મળે છે.

(12:38 pm IST)