Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

હાઈવે ભ્રષ્ટાચાર મામલો: મદ્રાસ હાઈકોર્ટે મુખ્યમંત્રી પલાનીસ્વામી વિરુદ્ધ CBI તપાસનો આપ્યો આદેશ

પલાનિસ્વામીના સંબંધીઓને કરોડોના સરકારી રાજમાર્ગનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાની ફરિયાદ

મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુના મુખ્યમંત્રી એડાપ્પડીના પલાનીસ્વામી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ ડીએમકીની અરજી જેમાં રાજ્યના હાઈવે નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારના મામલે એફઆઈઆર નોંધવાની માંગ કરવામા આવી હતી.

  હાઈકોર્ટે સીબીઆઈને ત્રણ મહિનામાં પ્રારંભિક રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું છે. સતર્કતા નિર્દેશાલય અને ભ્રષ્ટાચાર વિરોધી વિંગને આ મામલા સાથે જોડાયેલી તમામ ડિટેલ્સ એક અઠવાડીયામાં સેર કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
  ડીવીએસીએ 9 ઓક્ટોબરે હાઈકોર્ટમાં એક રિપોર્ટ જમા કર્યો હતો, જેમાં હતું કે, આની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ સંજ્ઞેય અપરાધ કરવામાં આવ્યો.નથી
  પોતાની અરજીમાં,ડીએમકેએ કહ્યું હતું કે,તેણે આ વર્ષે જૂન મહિનામાં ડીવીએસીને ફરિયાદ કરી હતી,કે પલાનિસ્વામીના સંબંધીઓને કરોડોના સરકારી રાજમાર્ગ(હાઈવે)નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ તપાસ શરૂ ન થઈ હતી.

(12:25 pm IST)