Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

દેશનાં ૬૭ ટકા લોકોનાં મતે મોદીરાજ સાચી દિશામાં: ૪૪ ટકા જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત

ઓનલાઈન સર્વેમાં ૩૩ ટકાએ અપરાધ-હિંસા અંગે ચિંતા દર્શાવી

નવી દિલ્હી, તા. ૧૩ :. એક ઓનલાઈન સર્વેમાં ૬૭ ટકા ભારતીયો માને છે કે મોદી સરકાર હેઠળ દેશ યોગ્ય દિશામાં જઈ રહ્યો છે પણ કેટલાય મુદ્દાઓ પર પરેશાન લોકોની સંખ્યા પણ ઓછી નથી. પીટીઆઈના સમાચાર અનુસાર માર્કેટ રીસર્ચ કંપની ઈપસોસે 'વોટ વરીસ ધ વર્લ્ડ' (દુનિયાને શું ચિંતા છે) નામથી એક સર્વે કર્યો હતો. સર્વેમાં ૪૪ ટકા લોકોએ કહ્યું છે કે, તેઓ ભારતમાં બેરોજગારી, આર્થિક અને રાજકીય ભ્રષ્ટાચારથી હેરાન છે. ૩૩ ટકા ભારતીયોએ અપરાધ અને હિંસા ઉપર ચિંતા વ્યકત કરી છે. ૩૧ ટકા ભારતીયો માટે ગરીબી અને સામાજીક અસમાનતા મુખ્ય મુદ્દો છે. ૨૧ ટકા લોકો આતંકવાદ મુદ્દે ચિંતિત છે. ૧૯ ટકા ભારતીયો શિક્ષણ મુદ્દે ચિંતાગ્રસ્ત છે. ૧૬ ટકા લોકોએ કહ્યું કે પર્યાવરણને ખતરો છે. ૧૫ ટકા લોકોએ ટેક્ષને સમસ્યા ગણાવી છે. ૧૪ ટકા લોકો જળ-વાયુ પરિવર્તનને લીધે ચિંતિત છે.(૨-૪)

(10:19 am IST)