Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ડોન્ટ વરીઃ આખા જગતને નથી થવાની ઇન્ટરનેટ શટડાઉનની અસર

નવી દિલ્હી તા.૧૩: દુનિયાભરમાં ૪૮ કલાક માટે ઇન્ટરનેટ બંધ થવાના સમાચારો વહેતા થયા છે, પરંતુ હકીકતમાં ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ ક્રિપ્ટોગ્રાફિક કી બદલીને મેઇન્ટેનન્સનું કામ કરનાર હોવાથી મેઇન ડોમેન સર્વર્સ અને એની સાથે જોડાયેલું નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રકચર થોડા વખત માટે ડાઉન રહેશે. એ સ્થિતિની અસર વોટ્સએપ, ફેસબુક, ગુગલ મેપ્સ તથા આવશ્યક ઓનલાઇન કામકાજ પર થવાની શકયતા નહીંવત છે.

આધારભૂત સૂત્રોએ જણાવ્યા પ્રમાણે એની અસર ૯૯ ટકા લોકો પર નહીં થાય, ફકત એક ટકા લોકો પર થશે. યુઝર્સના નેટવર્ક ઓપરેટર્સ અથવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ આ ફેરફાર માટે તેૈયાર ન હોય તો કેટલાક ઇન્ટરનેટ યુઝર્સને મુશ્કેલી થવાની શકતા છે, પરંતુ ઉચિત સિસ્ટમ સિકયોરિટી એકસ્ટેન્શન્સ સક્રિય કરીને એ સ્થિતિની અસરોથી બચી શકાય એમ છે.(૧.૨)

(10:18 am IST)