Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

દેશના તમામ લોકોને શાકાહારી બનવા માટે આદેશ ન આપી શકાય : સુપ્રીમ

સેશન કોર્ટે જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી

નવી દિલ્હી તા. ૧૩ : સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે, તમામ લોકોને શાકાહાર આપનાવવા માટે આદેશ ન આપી શકાય, સેશન કોર્ટે આ ટિપ્પણી માંસ અને ચામડાની નિકાસ પર બ્રેક લગાવવા માટે થયેલી એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા ચૂકાદો આપ્યો હતો. કોર્ટ આગામી વર્ષે આ મામલે વધુ સુનાવણી કરશે.

જસ્ટિસ મદન બી લોકુરની ખંડપીઠે કહ્યું હતું કે, તમામ લોકો શાકાહારી થઈ જાય એવો આદેશ ન આપી શકાય, શું તમે એવું ઈચ્છો છો કે, દેશના તમામ લોકો શાકાહારી થઈ જાય? આગામી વર્ષે ફેબ્રુઆરીમાં આ કેસની સુનાવણી થશે. બુધવારે કેટલાક હિન્દુ સંગઠનનોએ નવરાત્રી દરમિયાન માંસની દુકાનો પર પ્રતિબંધ લગાવવા તેઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ સંગઠને માંસની દુકાન બંધ ન કરવા પર દુકાનમાં તોડફોડ કરવાની પણ ધમકી આપી હતી.

હરિયાણાના ગુરુગ્રામ શહેરના પાલમ વિહાર વિસ્તારમાં ભેગા થયેલા લોકો અને સુરતનગર, અશોક વિહાર, સેકટર ૫, પટૌડી ચોક, સદર બજાર, બસ સ્ટેન્ડ, ડીએલએફ જેવા વિસ્તારમાંથી સંગઠને માંસના બજારો બંધ કરાવ્યા હતા.(૨૧.૪)

(10:11 am IST)