Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે અકાલી દળના ઉમેદવારની પ્રથમ યાદીમાં 64 નામોની કરી જાહેર

સુખબીર સિંહ બાદલ જલાલાબાદ સીટથી મેદાનમાં: ગુરદાસપુર સીટથી ગુરબચન સિંહ બાબેહાલીને ઉમેદવાર બનાવ્યા

પંજાબમાં આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે શિરોમણિ અકાલી દળે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પ્રથમ લિસ્ટમાં અકાલી દળે 64 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

ફિરોઝપુર સીટથી લોકસભા સાંસદ અને અકાલી દલના પ્રમુખ સુખબીર સિંહ બાદલ આ વખતે ચૂંટણી મેદાનમાં હશે. તેમણે માલવા વેસ્ટ ઝોનની જલાલાબાદથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
પાર્ટીએ ગુરદાસપુર સીટથી ગુરબચન સિંહ બાબેહાલીને ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય અમૃતસર નોર્થથી અનિલ જોશી, અમૃતસર વેસ્ટથી ડોક્ટર દલબીર સિંહ વર્કા અને અમૃતસર સાઉથથી તલહીર સિંહ ગિલને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.

અકાલી દળે લુધિયાના સેન્ટ્રલ સીટથી પ્રીતપાલ સિંહ પાલીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે લુધિયાના વેસ્ટથી મહેશિંદર સિંહ ગ્રેવાલ અને લુધિયાના ઈસ્ટથી રંજીત સિંહ ગિલને ટિકિટ આપી છે. આ સિવાય મોગા સીટથી મખન બરજિંદર સિંગ અને ફિરોઝપુર ગ્રામિણથી જોગિંદર સિંહ જિંદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે

પાર્ટીએ ફાઝિલકા વિધાનસભા સીટથી હંસરાજ જોસાન, ફરીદકોટથી પરમબંસ સિંહ બંટી રોમાના, બરનાલા સીટથી કુલવંત સિંહ કાંટા, પટિયાલાની નાભા સીટથી કબીર દાસ અને પટિયાલાની સનૌર સીટથી હરિંદર સિંહ ચંદુમાજરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

(9:16 pm IST)