Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અક્ષયકુમારના માતાના નિધન બાદ શોક સંદેશ મોકલ્યો

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર શેર કર્યો પત્ર : બોલીવુડ સ્ટાર અક્ષર કુમારના માતાનું ૮ સપ્ટેમ્બરે નિધન થયું હતું, ત્યારબાદ તેમના નજીકના સાથી શોકમાં છે

નવી દિલ્હી,તા.૧૨ : બોલીવુડ સ્ટાર અક્ષર કુમારના માતાનું ૮ સપ્ટેમ્બરે નિધન થયું હતું. ત્યારબાદ તેમના નજીકના સાથી શોકમાં છે. લોકો મુશ્કેલ સમયમાં અક્ષય કુમારની સાથ આપી રહ્યા છે. હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અક્ષય કુમારને શોક સંદેશ મોકલ્યો છે. અક્ષય કુમારે પીએમ મોદીના શોક સંદેશ પત્રને ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ શોક પત્રની શરૂઆતમાં પીએમ મોદીએ લખ્યુ છે, 'મારા પ્રિય અક્ષય, તે સૌથી સારૂ હોત જો હું આ પત્ર ક્યારેય ન લખત. એક આદર્શ દુનિયામાં આવો સમય ક્યારેય ન આવવો જોઈતો હતો. તમારા માતા અરૂણા ભાટિયાના નિધનના સમાચાર સાંભળી મને દુખ થયુ. એટલું જ નહીં આ પત્રમાં પીએમ મોદીએ અક્ષયના સંઘર્ષ વિશે પણ વાત કરી છે. તેમણે લખ્યુ છે, તમે ખુબ મહેનત અને સંઘર્ષ બાદ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. તમે તમારા દ્રઢ સંકલ્પ અને મહેનતથી તમારૂ નામ બનાવ્યુ છે અને તમારા માટે ફેમ કમાણી છે.

           તમારા સફરમાં, તમે યોગ્ય મૂલ્યો અને નૈતિક શક્તિને બનાવી રાખી, જેનાથી તમે સરળતાથી વિપરિત પરિસ્થિતિઓને અવસરમાં બદલી શકો છો અને આ શીખ તમારા માતા-પિતા પાસેથી મળી છે. જ્યારે કરિયર શરૂ કર્યુ, તો મને વિશ્વાસ છે કે રસ્તામાં આવનારા લોકોને શંકા થઈ હશે, પરંતુ તમારા માતા તમારી સાથે ઉભા રહ્યા, તેમણે નક્કી કર્યુ કે, તમે દરેક સમયે દયાળુ અને વિનમ્ર બન્યા રહો. આ પત્રના અંતમાં પીએમ લખે છે- ખુશીની વાત છે કે તેમણે પોતાના જીવન દરમિયાન તમારી સફળતા અને સ્ટારડમની નવી ઉંચાઈઓને જોઈ. તમે જે રીતે તેનું ધ્યાન રાખ્યુ તો ખુબ પ્રેરણાદાયક છે, તેમણે સંપૂર્ણ રીતે તે જાણી દુનિયા છોડી કે તેમનો પુત્ર ભારતના સૌથી પ્રશંસિત અને બહુમુખી અભિનેતાઓમાંથી એક છે. આવા દુખના સમયમાં શબ્દો ઓછા પડી જાય છે, તેમની યાદો અને વારસાને સાચવીને રાખો. આ દુખના સમયમાં મારી સંવેદનાઓ તમારા અને તમારા પરિવાર સાથે છે.

(9:25 pm IST)