Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ઓલા-ઉબેરની સફર થશે મોંઘી : મુસાફરોએ ચૂકવવું પડશે ત્રણ ગણું ભાડું: સરકાર કરશે નિયમમાં સુધારો

 

નવી દિલ્હી : ઓલા ઉબેર જેવી કંપનીઓને ભારતમાં ઓટો સેક્ટરમાં મંદી માટે જવાબદાર ગણાવવામાં આવી છે. સરકાર હવે કંપનીઓ પર કાર્યવાહી કરી શકે છે અને તેના લીધે ભાડામાં ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે.

ઈકોનોમિકસ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે સરકાર પોતે ભાડું નક્કી કરશે. માટે સરકાર મોટર વ્હીકલ એક્ટમાં સુધારો પણ કરી શકે છે. જો કોઈ રાજ્યમાં નિયમો માનવા તૈયાર ના હોય તેને કેન્દ્ર સરકારને જવાબ આપવાનો રહેશે બાદમાં નિયમમાં સુધારો કરી શકાશે.

લોકોમાં પણ જ્યારે કોઈપણ કેબ બુક કરતી વખતે સૌથી મોટી ચિંતા સર્જ પ્રાઈઝિંગની હોય છે. જેમાં અચાનક વિસ્તારમાં ભાડું વધી જતું હોય છે. સરકાર હવે મહત્તમ અને લઘુત્તમ ભાડું કરશે. જેના લીધે કંપની પોતાની રીતે કોઈપણ મોટી રકમ નક્કી કરીને વસૂલી શકશે નહીં. જો કે ભાડુ મુસાફરો ત્રણ ગણું હોય શકે કારણ કે બેઝ ફેર સરકાર હાલના ફેર કરતાં વધારે લાવવાની ફિરાકમાં છે.

કર્ણાટક પહેલું એવું રાજ્ય છે જ્યાં એગ્રીગેટર્સ દ્વારા કેબનું ભાડું નક્કી કરવામાં આવે છે. કર્ણાટકમાં ભાડું સ્લેબના આધારે નક્કી કરવામાં આવ્યું છે. આમ જો સુધારો કેન્દ્ર સરકાર લાવે ઓલા ઉબેરમાં સફર કરવી મોંઘી પડી શકે તેમ છે

(11:35 pm IST)