Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

નર્મદા ડેમ ઐતિહાસિક 138 મીટરની સપાટી વટાવતા મંગળવારે રાજ્યભરમાં જન મંગલ ઉત્સવ -નમામિ દેવી નર્મદે મહોત્સવ : પીએમ મોદીને નિમંત્રણ પાઠવાયું

કેવડિયામાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ : મહાનગરો,જિલ્લા,તાલુકા મથકો સહીત 1000થી વધુ સ્થળોએ જનસમૂહો સાધુ સંતો સેવા સંસ્થાઓની સહભાગિતાથી વિશેષ કાર્યક્રમો યોજાશે

 

અમદાવાદ : સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક ૧૩૮ મીટરની સપાટી વટાવતાં આગામી ૧૭મી સપ્ટેમ્બરે ગુજરાતમાં ‘‘જન ઉમંગ ઉત્સવ’’ – ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સવ ઉજવાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે યોજાશે રાજ્યની ઐતિહાસિક ઘડીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈને વિશેષ ઉપસ્થિત રહેવા મુખ્યમંત્રી અને ગુજરાત સરકારે  નિમંત્રણ પાઠવ્યું છે

   રાજ્યભરમાં નગરો, મહાનગરો, જિલ્લા, તાલુકા મથકો સહિતી ,૦૦૦થી વધુ સ્થળોએ જનસમૂહો-સાધુસંતો-સેવા સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓની સહભાગિતાથી વિશેષ કાર્યક્રમો ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સવ અંતર્ગત યોજાશે

 મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કેગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલનારી બહુહેતુક નર્મદા યોજનાનો સરદાર સરોવર નર્મદા  ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી પણ વધુએ ભરાતા રાજ્યમાં આગામી ૧૭ સપ્ટેમ્બરે રાજ્ય વ્યાપી ઉત્સવ ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સવ ઉજવાશે.

ગુજરાતમાં ૧૦૦૦થી વધુ સ્થળોએમહાનગરો, નગરો તેમજ જિલ્લા, તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સવ  સાધુ સંતો સામાજિક સેવા સંસ્થાઓ શ્રેષ્ઠીઓ અને નાગરિકો  પ્રજાજનોની સહભાગિતાથી ઉમંગ ઉલ્લાસભેર ઉજવાશે.

‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સવનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે ઉજવાશે. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારે ખાસ નિમંત્રણ પાઠવ્યું છે

મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી અને લોહપુરુષ સરદાર સાહેબની સ્વપ્નસરિતા સમી નર્મદા યોજના ભૂતકાળમાં દાયકા સુધી વિવાદોમાં અટવાયેલી રહી અને તેમાં અનેક અડચણો  તત્કાલિન કેન્દ્રની સરકારોએ નાખી હતી.

 વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૪માં ભાજપા સરકારના નેતૃત્વકર્તા તરીકે શાસનદાયિત્ સંભાળતાની સાથે માત્ર ૧૭ દિવસમાં નર્મદા બંધની ઊંચાઇ વધારવાની મંજૂરી આપીને ગુજરાતને વર્ષો સુધી થયેલો અન્યાય દૂર કર્યો એમ તેમણે ઉમેર્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પહેલાં ઊંચાઇ વધારવાની અને પછી ડેમના દરવાજા મૂકવાની નરેન્દ્રભાઇ મોદીએ આપેલી પરવાનગીને કારણે ગુજરાતની સર્વાંગી સમૃદ્ધિના દ્વાર ખૂલ્યાં અને ‘‘નર્મદા કેનાલ નેટવર્ક’’, ‘‘સૌની યોજના’’ તેમજ ‘‘સુજલામ-સુફલામ યોજના’’ મારફતે કચ્, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સિંચાઇ, પીવાના પાણી અને ખેતીવાડી માટે નર્મદાજળ પહોંચ્યા છે. ગુજરાતે આના પરિણામે ડબલ ડિજિટ કૃષિ વિકાસદર પણ હાંસલ કર્યો છે.

 તેમણે એમ પણ જણાવ્યું છે કે, ડેમના ઇતિહાસમાં પહેલીવાર વર્ષે સરદાર સરોવર ડેમ તેની ૧૩૮ મીટરની પૂર્ણ સપાટી કરતાં પણ વધુ છલકાયો છે અને ગુજરાતના જન-જનમાં મા નર્મદાના જળને ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સવથી વધાવવાનો જે ઉમંગ ઉત્સાહ જાગ્યા છે તેમાં સૌ સહભાગી બનીને ગુજરાતની હરિત ક્રાંતિ સહિત સર્વગ્રાહી પ્રગતિમાં પાયારૂપ જળના વધામણાં ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સવથી કરશે.

 

(9:55 pm IST)