Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

નવી સંસદ ... નવી ઇમારતઃ ૨૦૨૨માં થશે નિર્માણ

મોદીએ ડ્રીમ પ્લાન કર્યો તૈયારઃ ૧૫ ઓકટોબર સુધીમાં ડિઝાઇન થશે ફાઇનલ

નવી દિલ્હી,તા.૧૩:છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે દેશની આઝાદીને ૭૫ વર્ષ થવા જઈ રહ્યા છે તેમ છતાં દેશનું સંસદ ભવન દ્યણું જૂનું છે. જેના કારણે તેમાં વિવિધ સમસ્યાઓ સામે આવી રહી છે. જયારે દેશ પોતાની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યો હોય ત્યારે દેશને નવું સંસદ ભવન મળે. આ અંગે ભ્પ્ મોદીએ આ મામલે પોતાનો ડ્રીમ પ્લાન તૈયાર કરી લીધો છે.

પીએમ મોદીના ડ્રીમ પ્લાન પ્લાન હેઠળ સંસદ જ નહીં પણ કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયની ઓફિસો પણ સામેલ છે. PM મોદીની ઈચ્છા છે કે જયારે દેશ ૧૫ ઓગસ્ટ ૨૦૨૨એઆઝાદીની ૭૫જ્રાક વર્ષગાંઠ ઉજવી રહ્યો હશે ત્યારે સાંસદો નવા સંસદ ભવનમાં બેસે. જેના માટે કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ જાહેર કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસે આવેદન મંગાવ્યું છે. કંપનીઓ પોતાની ડિઝાઈન, આર્કિટેકચર અને પ્લાનિંગ મામલે સરકારને જણાવશે. જે બાદ સરકાર ૧૫ ઓકટોબર સુધીમાં ડિઝાઈન ફાઈનલ કરીને આગળ વધશે.

મોદી સરકારે નક્કી કર્યું છે કે દેશ ૧૫ ઓગસ્ટ ૨૦૨૨માં પોતાની ૭૫માં વર્ષગાંઠ ઉજવે ત્યારે તે નવા સંસદ ભવનમાં બેસે. આ માટે કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે ય્જ્ભ્ એટલે કે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ જાહેર કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસે ડિઝાઈન, પ્લાનિંગ અને આર્કિટેકચરને લઈને પ્લાનિંગ માંગ્યા છે. ઉલ્લેખનીય છે કે સરકાર ૧૫ ઓકટોબર સુધી એક ડિઝાઈન પાઈનલ કરીને તેની પર આગળ વધશે. હાલ સુધી ન્કીક નથી કે હાલનું સંસદ ભવન તોડીને નવું ભવન બનાવાશે કે અલગથી નવું ભવન તૈયાર કરવામાં આવશે. કંપનીઓના પ્રસ્તાવના આધારે આ નિર્ણય લેવામાં આવશે.

મોદી સરકારની ઇચ્છા છે કે એક કોમન સેન્ટ્રલ સેક્રેટ્રિએટ બનાવવામાં આવે. જેનાથી દરેક મંત્રાલયો, વિભાગો અને ઓફિસોમાં કોઓર્ડિનેશન સરળતાથી થઈ શકે, આ દરેક બિલ્ડિંગ એકસરખા હોવા જોઈએ. હાલમાં કેન્દ્ર સરકારના અલગ અલગ ૪૭ મંત્રાલયો, વિભાગો અને ઓફિસોમાં ૭૦૦૦૦ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના બંને તરફ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક સિવાય શાસ્ત્રી ભવન, નિર્માણ ભવન, કૃષિ ભવન, ઉદ્યોગ ભવન જેવી અનેક ઈમારતો છે. જેમાં અલગ અલગ મંત્રાલયોની ઓફિસો છે.

નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક તો ભૂકંપ નિરોધી નથી. દરેક ઓફિસમાં સમાનતા નથી. કયાંક તાર લટકે છે તો કયાંક પાણી ટપકે છે. કેન્દ્ર સરકારે પર્સનલ બિલ્ડિંગમાં ઓફિસો બનાવી રાખી

રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધીનો ૩ કિમીનો વિસ્તાર સેન્ટ્રલ વિસ્ટા કહેવાય છે. આ દેશનું સૌથી મોટું ટૂરિસ્ટ સ્પોટ છે. જેને જોવા દેશ વિદેશથી લોકો આવે છે. સરકારની ઇચ્છા છે કે આ ૩ કિમીના વિસ્તારને વિશ્વ સ્તરીય લૂક આપવામાં આવે. તેમાં વેન્ડરની સમસ્યા, પાર્કિંગની સમસ્યા, લોકોના બેસવાની સમસ્યા માટે પ્લાનિંગ કરીને કામ કરાશે. સરકાર ઈચ્છે છે કે નવેમ્બર ૨૦૨૦ સુધી આ કામ પૂરું કરી દેવામાં આવે.(૨૨.૮)

(11:01 am IST)