Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજકોટમાં કોરોનાનો ઉપાડો યથાવતઃ આજે વધુ ૧૦ દર્દીઓના શ્વાસ થંભી ગયાઃ ૦૫ દિવસનો મૃત્યુઆંક ૭૨

મૃતકોમાં રાજકોટ, જુનાગઢ, કાલાવડ પંથકના દર્દીઓનો સમાવેશઃ તમામ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

રાજકોટઃ શહેરમાં મહામારી કોરોનાથી મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઇકાલ સાંજથી આજ સવાર સુધીમાં કોરોનાની સારવાર લઇ રહેલા વધુ ૧૦ દર્દીઓની જિંદગીનો અંત આવી જતાં તેમના સ્વજનોમાં શોક છવાઇ ગયો છે. આ સાતેય દર્દીઓના સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯માં મોત થયા છે. જેમાં રાજકોટ, ગોંડલ, કાલવાડ, જુનાગઢ પંથકના દર્દીઓનો સમાવેશ થાય છે.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા વધુ ૧૦ દર્દીઓના ગઇકાલ સાંજથી આજ સવાર સુધીમાં મોત થયા છેઃ જેમાં ગોપાલભાઇ માધાભાઇ કાથરોટીયા (ઉ.વ.૮૪-ગોંડલ),  કિર્તીબેન સુરેશભાઇ અ઼ઢીયા (ઉ.વ.૫૮-રૈયા રોડ જીવનનગર, રાજકોટ),  દિપકભાઇ કાંતિભાઇ ત્રિવેદી (ઉ.વ.૬૫-પ્રહલાદ પ્લોટ, રાજકોટ),  પ્રભુભાઇ મોહનભાઇ (ઉ.વ.૬૨-સુરેન્દ્રનગર),  સુરેશભાઇ મનસુખભાઇ (ઉ.વ.૪૨-ગાંધીગ્રામ રાજકોટ), પ્રભાબેન દેવજીભાઇ (ઉ.વ.૬૦-રહે. ડાંગરવાડા કાલાવડ) તથા ગુલામભાઇ મયુદ્દિનભાઇ (ઉ.વ.૬૫-જુનાગઢ)નો સમાવેશ થાય છે. સવારથી બપોર સુધીમાં વધુ ૩ દર્દીઓના મોત સિવિલ હોસ્પિટલમાં થયા છે. જેમાં બૈજુભાઇ ચકુભાઇ (ઉ.વ.૫૦-રહે. ખોડિયારપરા આજી વસાહત), કમલેશભાઇ પાનાચંદભાઇ (ઉ.વ.૬૩-હવેલી શેરી, કોડીનાર) તથા મરિયમભાઇ સતારભાઇ દોઢીયા (ઉ.વ.૬૨-બાબરીયા કોલોની રાજકોટ)નો સમાવેશ થાય છે.

રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર અને આજે ગુરૂવાર મળી પાંચ દિવસનો મૃત્યુઆંક ૭૨ થયો છે.

(12:19 pm IST)