Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સ્વદેશી એટલે દરેક વિદેશી વસ્તુનો બહિષ્કાર નહીં આત્મનિર્ભર ભારતને લઇ મોહન ભાગવતનું મોટું નિવેદન

વિકાસનો એક નવો મૂલ્ય આધારિત મોડલની જરૂર છેઃ ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવતે કહ્યું છે કે સ્વદેશીનો અર્થ દરેક વિદેશી ઉત્પાદનનો બહિષ્કાર નહીં. બુધવારે તેઓએ કહ્યું કે સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતોને અનુરૂપ આર્થિક નીતિ ન બનવી અને દુનિયાને કોરોનાના અનુભવોથી સ્પષ્ટ કરાયું છે કે વિકાસનો એક નવો મૂલ્ય આધારિત મોડલની જરૂર છે. ભાગવતે કહ્યું કે સ્વદેશનો અર્થ જરૂરી નથી કે દરેક વિદેશી ઉત્પાદનોનો બહિષ્કાર કરવામાં આવે. ભાગવતે ડિજિટલ માધ્યમથી પ્રો. રાજેન્દ્ર ગુપ્તાને આપેલા 2 પુસ્તકોનું લોકાર્પણ કરતાં કહ્યું કે સ્વતંત્રતા બાદ જેવી આર્થિક નીતિ બનવી જોઈએ તેવી બની નથી. આઝાદી બાદ માનવામાં આવ્યું નહીં કે આપણે લોકો કંઈ કરી શકીએ છીએ. પરંતુ સારું છે કે હવે તે શરૂ કરાયું છે.

સરસંઘસંચાલકે કહ્યું કે આઝાદી બાદથી રશિયાએ પંચવર્ષીય યોજના લીધી, પશ્ચિમી દેશોનું અનુકરણ કર્યું. પોતાના લોકોને જ્ઞાન અને ક્ષમતાની તરફ ધ્યાન અપાયું નહીં. તેઓએ કહ્યું કે દેશમાં મળતા અનુભવ આધારિત જ્ઞાનને વધારો આપવાની જરૂર છે. તેઓએ કહ્યું કે અમે એ વાત પર નિર્ભર ન રહેવું કે અમારી પાસે વિદેશથી શું આવે છે. જો એવું કરીશું તો આપણે શરતો પર રહેવું પડશે. વિદેશી વસ્તુઓનો બહિષ્કાર ન કરવો પણ પોતાની શરતો પર લેવી.

ભાગવતે કહ્યું કે જ્ઞાનને વિશે દુનિયાથી સારા વિચાર આવવા જોઈએ. તેઓએ કહ્યું કે પોતાના લોકો, પોતાનું જ્ઞાન, પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરનારો સમાજ, વ્યવસ્થા અને શાસન જોઈએ. સરસંઘસંચાલકે કહ્યું કે ભૌતિકતાવાદ, જડવાદ અને તેની તાર્કિક બાબતોના કારણે વ્યક્તિવાદ અને ઉપભોક્તાવાદ જેવી વાતો સામે આવી છે. એવો વિચાર આવ્યો છે કે દુનિયાને એક વૈશ્વિક બજાર બનવું જોઈએ અને તેના આધારે જ વિકાસની વ્યાખ્યા કરાઈ છે. તેઓએ કહ્યું કે તેના ફળસ્વરૂપ વિકાસના 2 મોડલ આવશે. તેમાં એક કહે છે કે મનુષ્યની સત્તા છે અને અન્ય કહે છે કે સમાજની સત્તા છે.

ભાગવતે કહ્યું કે આ બંનેથી દુનિયાને સુખ મળ્યું નથી. આ અનુભવ ધીરે ધીરે થયો છે અને કોરોનાના સમયે આ વાત પ્રમુખતાથી આવી છે. વિકાસનો ત્રીજો વિચાર મોડલની જરૂર છે. જે મૂલ્યો પર આધારિત હોય. તેઓએ કહ્યું કે પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતની વાત આ કારણે જ કહી છે.

(9:43 am IST)