Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સોનું ખરીદતા હો તો સાવધાન...હોલમાર્ક એટલે શુધ્ધતાની ગેરન્ટી નથી

સરકારે છેલ્લા સવા બે વર્ષમાં શુધ્ધતાનાં માપદંડમાં યોગ્ય નહિ ઠરેલા ૧૩૮ જવેલર્સનું રજીસ્ટ્રેશન રદ કર્યુઃ હોલમાર્ક લગાવતા ૧૦૦થી વધુ કેન્દ્રો ઉપર કાર્યવાહીઃ હોલમાર્કના કલોનીંગના મામલા સામે આવ્યાઃ દેશમાં રપ૦૦૦ જવેલર્સ પાસે હોલમાર્ક રજીસ્ટ્રેશન છે

નવી દિલ્હી તા. ૧૩ :.. હોલમાર્ક હોવા છતાં પણ તમારા સોના-ચાંદીના દાગીના પર લખેલ કેરેટની શુધ્ધતાની કોઇ ગેરંટી નથી. સરકારે છેલ્લા સવા બે વર્ષમાં શુધ્ધતા ના માપદંડ પર સાચા સાબિત ન થનાર ૧૩૮ જવેલર્સનું રજીસ્ટ્રેશન રદ કર્યુ છે. હોલમાર્ક લગાવનાર ૧૦૦ થી વધારે કેન્દ્રો પર પણ કડક પગલા લેવાયા છે.

ગ્રાહક મંત્રાલયના આંકડા અનુસાર, દાગીના પર લગાવાયેલ હોલમાર્કથી ઓછા કેરેટના દાગીના વેચવા માટે આ વર્ષે એક એપ્રિલથી રપ જૂન સુધીમાં નવ જવેલર્સ ઉપર કાર્યવાહી કરાઇ હતી. ર૦૧૬-૧૭ માં ૪૯ અને ર૦૧૭-૧૮ માં ૮૦ જવેલર્સનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું. હોલમાર્ક માટે રજીસ્ટર્ડ જવેલર્સે દાગીનાઓને એસેઇંગ એંડ હોલ માર્કીંગ (એ એન્ડ એચ), સેન્ટરમાં મોકલવાના હોય છે. એ એંડ એચ તેની શુધ્ધતા તપાસીને તેના પર હોલમાર્ક લગાવે છે. દેશમાં લગભગ રપ હજાર જવેલર્સ પાસે હોલમાર્ક રજીસ્ટ્રેશન છે.

કેવી રીતે થાય છે છેતરપીંડી

સોનાના આભુષણો પર લાગેલો હોલમાર્ક આ મતો તેની શુધ્ધતાની ગેરંટી ગણાય છે. પણ તેના કલોનીંગ દ્વારા ગ્રાહકોને બહુ સફાઇથી છેતરવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આભુષણોના હોલમાર્ક કલોનીંગના બનાવો ઘણીવાર સામે આવ્યા છે. હોલમાર્ક કલોનીંગના બનાવો ઘણી વાર સામે આવ્યા છે. હોલમાર્કના પ્રમાણીત કરનાર ખાનગી કંપનીઓ હોય છે. એટલે તેના પર આંખો બંધ કરીને ભરોસો કરવો યોગ્ય નથી.

છેતરપિંડી કરવાવાળા ઘણીવાર હોલમાર્ક તો અસીલ રાખે છે, પણ રજીસ્ટર્ડ જવેલરો માર્કિંગ સેંટરવાળાઓને પૈસા ખવડાવીને ઓછા કેરેટવાળા દાગીના પર એક બે વધારે કેરેટનું નિશાન છપાવી લે છે જેનાથી દાગીનાની કિંમત વધી જાય છે અને ગ્રાહકને ધુંબો લાગે છે.

દાગીનાઓ જયારે પણ કોઇ સેટરના તપાસ માટે જાય છે. ત્યારે તેમાંથી એક-બે દાગીનાની તપાસ થાય છે. બાકીનાને તેના પ્રમાણે ગણી લેવામાં આવે છે હોલમાર્કિંગ કરનારા યુનિટો સરકારી નથી હોતા પણ માનક બ્યુરો દ્વારા ખાનગી એજન્સીઓને પ્રમાણીત કરેલ હોય છે. આમ આ પ્રક્રિયા બહુ વિશ્વસનીય નથી દેખાતી.

દેશભરમાં ૬૦૦ જગ્યાએ થાય છે. તપાસ દાગીનાઓની શુધ્ધતાની પરખ માટે દેશભરમાં ૬૦૦ એસેઇંગ એન્ડ હોલમાર્કીંગ સેન્ટરો છે. સૌથી વધારે એ એન્ડ એચ સેન્ટરો મહારાષ્ટ્રમાં છે ત્યારે પછીના ક્રમે તમિલનાડુ અને ગુજરાત છે. યુપીમાં ૩૩, ઉત્તરાખંડમાં એક, બિહારમાં ૧૦, ઝારખંડમાં જ અને દિલ્હીમાં ૪૦ સેંટર છે.

હોલમાર્ક જવેલરીનો ફાયદો

. હોલમાર્ક વાળા દાગીના ખરીદવાથી નકલીઓનું મળવાના ચાંસ ઓછા રહે છે.

. હોલમાર્ક વાળા દાગીના વેચતી વખતે જવેલર્સ ડેપ્રીશીએન કોસ્ટ નથી કાપતા.

. હોલમાર્ક વાળા દાગીના વેચતી વખતે યોગ્ય કિંમત મળે છે.

. હોલમાર્કીંગને લીધે સોનામાં ગેરકાયદેસર ખરીદ વેચાણ પ લગામ મુકાય છ.ે

ખરીદતી વખતે આટલી સાવધાની રાખવી

.  બીઆઇએસ રજીસ્ટર્ડ સેંટરમાં થયેલ હોલમાર્કીંગ હેઠળ દાગીનાના દરેક નંગ પર પ જાતના માર્ક છાપવામાં આવે છે.

.  પહેલો બીએસઇનો લોગો, બીજો ફીટનેસ નંબર એટલે કે કેરેટનો સંકેત,  ત્રીજો માર્કીંગ સેંટરનો લોગો, ચોથો વર્ષનો કોડ અને પાંચમો વેચનાર જવેલર્સનો લોગો અથવા ટ્રેડ માર્ક.

.  બીઆઇએસ રજીસ્ટ્રેશન વગર જેમ તેમ હોલમાર્કીંગ કરાવનારાઓ પ માર્કને બદલે ૩ કે ૪ માર્ક જ રાખે છે. (પ-૧૦)

ફીટનેસ નંબર દ્વારા કેરેટની ઓળખ

કેરેટ    ફીટનેસ નંબર

ર૩     ૯પ૮

રર     ૯૧૬

ર૧     ૮૭પ

૧૮     ૭પ૦

૧૭     ૭૦૮

૧૪     પ૮પ

૯      ૩૭પ

૮      ૩૩૩

 

(11:37 am IST)