Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

તદ્દન ફ્રીમાં કોલર - હેલો ટયૂન

નવી દિલ્હી તા. ૧૩ : ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયોએ પોતાની એન્ટ્રી બાદ ન માત્ર ડેટા સસ્તો કર્યો છે પણ સાથે-સાથે કેટલીક સર્વિસ પણ તદ્દન મફત કરી દીધી છે. આવી જ એક સેવા કોલર/હેલો/જિયો ટ્યૂન છે. આ સર્વિસમાં તમે કોલરને પોતાની પસંદગીનું ગીત સંભળાવી શકો છો. એટલે કે જયારે પણ કોઈ તમને કોલ કરશે ત્યારે તેને બોરિંગ ટ્રિન-ટ્રિનને બદલે સરસ મજાનું ગીત સંભળાશે.

જિયોના આવ્યા પહેલા ટેલિકોમ કંપનીઓ ૩૦થી ૪૫ રૂપિયા પ્રતિ માસનો ચાર્જ લેતી હતી. જિયોએ લોન્ચિંગ બાદ આ સેવાને મફત કરી દીધી. જોકે, અન્ય કંપનીઓએ હજી પણ આ સેવા તદ્દન ફ્રી કરી નથી પણ તેના ચાર્જિસને અગાઉની સરખામણી અડધા કરી દીધા છે. જો તમારી પાસે જિયોનું સિમ હોય તો તમે પણ આ સેવાનો લાભ લઈ શકો છો. આ સેવાને શરૂ કરવા માટે તમારે નીચે પ્રમાણેના કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

– સૌ પ્રથમ પ્લેસ્ટોરમાં જઈ Jio Music એપ ડાઉનલોડ કરો.

– હવે એ ગીત સર્ચ કરો જેને તમે પોતાના કોલર્સને સંભળાવવા માગો છો.

– તે ગીતને પ્લે કરો. જયારે તમે ગીતને પ્લે કરશો ત્યારે તમને Set As Jio Tune

  નામનું એક ઓપ્શન દેખાશે. ઓપ્શન પર કિલક કરો.

– કિલક કરતા સાથે જ તમને બીજીવાર કન્ફર્મેશન માટે પૂછવામાં આવશે.

– કન્ફર્મ કરતાની સાથે જ તમને જિયો ટોન સર્વિસ એકિટવ થયાનો એક મેસેજ આવશે.

જણાવી દઈએ કે, આ સર્વિસ તદ્દન ફ્રી છે. જોકે, ઘણા ગીતો માટે જિયો મ્યૂઝિક એપ પર જિયો ટોન ઉપલબ્ધ નથી.(૨૧.૫)

(10:29 am IST)