Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ઉત્તરાખંડ, બંગાળ સહિત ૧૬ રાજ્યોમાં ભારે વરસાદ પડશે

૧૬ રાજ્યો માટે અતિભારે વરસાદની ચેતવણી : દરિયામાં ન જવા માછીમારોને અપાયેલી સ્પષ્ટ ચેતવણી

નવીદિલ્હી, તા. ૧૨ : આગામી બે દિવસ દરમિયાન ૧૬ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા પણ આપવામાં આવી છે. માછીમારોને મધ્ય અરેબિયન દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું છે કે, બંગાળના અખાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદ જે વિસ્તારમાં થઇ શકે છે તેમાં ઉત્તરાંખડ, સબ હિમાલિયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, અરુણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, દરિયા કાંઠાના આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ અને કેરળનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશમાં હજુ સુધી ૧૭૧, બંગાળમાં ૧૭૦, કેરળમાં ૧૭૮, મહારાષ્ટ્રમાં ૧૩૯ના મોત થયા છે. ગુજરાતમાં ૫૨, આસામમાં ૪૪ અને નાગાલેન્ડમાં આઠના મોત થયા છે. કુલ ૨૬ લોકો લાપત્તા થયા છે જે પૈકી કેરળમાં ૨૧ લોકો લાપત્તા હોવાનાઅહેવાલ હજુ સુધી મળી રહ્યા છે.

(12:00 am IST)