Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મુંબઈમાં વરસાદ બાદ દરિયામાં હાઈટાઈડ : ઊંચા મોજા ઉછાળ્યા : એલર્ટના આદેશ

માછીમાર અને લોકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચના : મોટા પ્રમાણમાં કચરો કિનારે તણાઈ આવ્યો

મુંબઈમાં વરસાદ સાથે દરિયામાં હાઈટાઈડ આવ્યુ છે.હાઈટાઈડના કારણે મુંબઈમાં બીએમસી.મુંબઈ પોલીસ અને કોસ્ટ ગાર્ડને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત માછીમાર અને લોકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.

દરિયામાં આવેલા હાઈટાઈડના કારણે ઊંચા મોજા ઉછળ્યા હતા. જેથી મરીન ડ્રાઈવ પર લોકોએ વરસાદની મજા પણ લીધી હતી.

  હાઈટાઈડ બાદ બીએમસીના કર્મચારીઓની મુશ્કેલી વધે છે. દરિયાના મોજા સાથે મોટા પ્રમાણમાં કચરો કિનારે તણાઈ  આવે છે. જેના સાફ કરવા માટે બીએમસી કલાકો સુધી જહેમત ઉઠાવે છે.

(12:00 am IST)