Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ઈન્ડોનેશિયાના જંગલમાંથી દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ મળ્યો: 8 લોકોના મોત

ઈન્ડોનેશિયામાં શનિવારે ટેકઓફ કર્યાના 40 મિનીટ બાદ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી હતો હતો. ઘટાનાના એક દિવસ બાદ આજે રવિવારે ગુમ વિમાનો કાટમાળ મળી આવ્યો છે. આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ. તેમજ તેમાં 8 લોકોના મોત થયાની માહિતી મળી છે. જો કે આ ઘટનામાં એક 12 વર્ષનો બાળક જીવિત બચી ગયો હતો. દુર્ઘટના કઈ રીતે સર્જાઈ તેની હજુ સુધી પુષ્ટી થઈ નથી.

(12:00 am IST)