Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોવિદ -19 : દિલ્હીમાં 10 હજાર બેડની હોસ્પિટલ બનાવ્યા બાદ હવે 3 ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવ્યા : રાધા સ્વામી ડેરા વ્યાસની અનોખી સેવા

ન્યુદિલ્હી : હજુ થોડા સમય પહેલા જ કોવિદ -19 થી સંક્રમિત દર્દીઓ માટે 10 હજાર બેડની હોસ્પિટલનું નિર્માણ કર્યા બાદ હવે રાધા સ્વામી ડેરા વ્યાસના ઉપક્રમે તેઓના 3 સત્સંગ સ્થાનોને ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવી દેવાની પ્રસંશનીય પ્રવૃત્તિ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે રાધા સ્વામી ડેરા વ્યાસના ઉપક્રમે નિર્માણ કરાયેલી 10 હજાર બેડની હોસ્પિટલની મુલાકાતે ભારતના હોમ મિનિસ્ટર અમિત શાહ તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા.તથા પ્રવૃત્તિની સરાહના કરી હતી.
અને હવે રાધા સ્વામી ડેરા વ્યાસ સંચાલિત સત્સંગ સેન્ટરો પૈકી 3 સેન્ટરને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં પરિવર્તિત કરાયા છે.
આ 3 સેન્ટરમાં પઠાનચોક નજીક આવેલ સેન્ટર નંબર 2 ,લીલી રિસોર્ટ નજીક દીપનગરમાં આવેલ સેન્ટર નંબર 3 તથા રામા મંડી હોશિયારપુર રોડ ઉપર આવેલ સેન્ટર નંબર 6 નો સમાવેશ થાય છે.
આ ત્રણે સેન્ટરમાં 700 લોકોને ક્વોરેન્ટાઇન કરી શકવાની સુવિધા છે.તેવું ડેરા વ્યાસ પ્રમુખ બાબા ગુરિન્દર સિંઘ ધિલ્લોને જણાવ્યું હતું

(6:52 pm IST)