Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જમ્મુના સસ્પેન્ડ ડીવાયએસપીએ પાક દૂતાવાસમાં દેશની સંવેદનશીલ માહિતી આપી હતી

જેલમાં રહેલ ડીવાયએસપી અને અન્ય પાંચ સામે ચાર્જશીટ રજૂ

જમ્મુ તા. ૧૩ : જમ્મુ કાશ્મીર પોલિસના સસ્પેન્ડ ડીવાયએસપી દેવીંદરસિંઘ સામે સંવેદનશીલ માહિતી પાક દૂતાવાસના પોતાના કેટલાક કોન્ટેકટને પહોંચાડવાના આરોપો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએ તેના કેટલાક સીકયોર સોશ્યલ મીડીયા એકાઉન્ટના પાસવર્ડ કરતાં જાણવા મળ્યું હતું. કે તે પાકિસ્તાની દૂતાવાસની જાસૂસી સાથે સંકળાયેલી કેટલીક વ્યકિતઓના સંપર્કમાં હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું.

અત્યારે જમ્મુ જેલમાં કેદ સીંઘ સામે તથા અન્ય પાંચ સામે પાકિસ્તાન સ્થિત હિઝબુલ મુજાહીદ્દીન આતંકવાદી સંગઠન સાથે મળીને દેશ સામે યુદ્ધ કરવાના આરોપો ચાર્જશીટમાં મુકાયા છે.

ધરપકડ કરાઇ તે પહેલા સીંઘનું છેલ્લુ પોસ્ટીંગ શ્રીનગર એરપોર્ટના મહત્વના એન્ટી હાઇજીકીંગ યુનિટમાં થયેલું હતું તેની ધરપકડ પછી કેન્દ્રએ તાત્કાલિક એરપોર્ટની સુરક્ષાની જવાબદારી તકેદારીના પગલારૂપે કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષાદળ (સીઆઇએસએફ) ને સોંપી દીધી હતી.

૩૦૬૪ પાનાની ચાર્જશીટ જમ્મુ કોર્ટમાં રજૂ કરાઇ છે તેમાં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ સીંઘ, હિઝબુલ આતંકવાદી ગ્રુપના જાતે બની બેઠેલા કમાંડર સઇદ નવીદ મુસ્તાક એલિયાસ, નવીદ બાબુ અને તેના સંગઠનના નામો છે.

(2:56 pm IST)