Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

મહારાષ્ટ્રમાં હવે કોરોનાની દવા રેમડેસિવીર ખરીદવા માટે આધાર કાર્ડ બતાવવું પડશે

દવાઓની કાળા બજારી પર રોકવા માટે લેવાયો મોટો નિર્ણય : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અથવા COVID-19 પોઝિટિવ રિપોર્ટ પણ દેખાડ્વું જરૂરી

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના વધતા દર્દીઓ વચ્ચે વહીવટી તંત્રએ મોટો નિર્ણય લીધો છે.તંત્રએ હવે કોરોના વાઈરસની દવા રેમડેસિવીર માટે આધારકાર્ડ ફરજિયાત કરી દીધુ છે. આ સાથે જ હવે લોકોને કોરોના વાઈરસની દવા લેવા માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અથવા COVID-19 પોઝિટિવ રિપોર્ટ દેખાડ્યા બાદ જ મળી શકશે.

મહારાષ્ટ્ર સરકારે આ પગલુ કોરોના વાઈરસના સંકટ વચ્ચે માસ્ક, સેનેટાઈઝર અને દવાઓની વધી રહેલા કાળા બજાર પર રોક લગાવવા માટે ઉઠાવ્યું છે.

 

રાજ્યમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણથી મહારાષ્ટ્ર સરકાર ચિંતિત છે. આ માટે કેટલાક જરૂરી પગલા ઉઠાવવામાં આવ્યા છે. આજ ક્રમમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે તાજેતરમાં જ રાજ્યમાં રેમડેસિવીર અને તોસલિજુમાબ દવાઓની અછતને જોતા FDA અધિકારીઓ અને મુંબઈ પોલીસ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન અનિલ દેશમુખે રેમડેસિવીરની કાળા બજારી રોકવા માટે સખ્ત પગલા ભરવાની વાત કહી છે. તેમણે જણાવ્યું કે, આ માટે FDA અને પોલીસ સંયુક્ત કાર્યવાહી કરશે. આમ છતાં કોઈ કોરોના વાઈરસની દવાઓની કાળા બજારીના આ ધંધામાં સામેલ મળી આવશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે જ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન મંત્રી રાજેન્દ્ર શિંગનેએ પણ રેમડેસિવીર અને તોસલિજૂમાબની અછત અને કાળા બજારની ફરિયાદો બાદ મુંબઈમાં નિરિક્ષણ શરૂ કર્યું છે. કોરોના વાઈરસની દવાઓની કમી અને કાળા બજારીને રોકવા માટે યોજના બનાવવામાં આવી છે. આથી જ આધારકાર્ડને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

(2:05 pm IST)