Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ડિઝલે ઇતિહાસ રચ્યોઃ ભાવ રૂ. ૮૧ ઉપર

આજે ફરી ૧૧ પૈસા વધ્યાઃ દિલ્હીમાં ભાવ રૂ. ૮૧.૦પ પ્રતિ લીટર

નવી દિલ્હી, તા., ૧૩: આજે દેશમાં ડીઝલનાં ભાવે ઇતિહાસ રચી દીધો છે. ડીઝલનો ભાવ પહેલીવાર ૮૧ રૂપીયા ઉપર પહોંચી ગયો છે. આજે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૧૧ પૈસાના વધારા બાદ દિલ્હીમાં ડીઝલનો ભાવ રૂ. ૮૧.૦૫ રૂ.ના ઉચ્ચતમ  શીખરે પહોંચી ગયો છે. જો કે પેટ્રોલના ભાવમાં કોઇ વધારો નથી થયો તેનો ભાવ સ્થિર રહયો છે.

મુંબઇની વાત કરીએ તો પેટ્રોલ ૮૭.૧૯ તો ડીઝલ ૭૯.ર૭ પ્રતિ લીટર ભાવ છે. ચેન્નાઇમાં પેટ્રોલનો ભાવ ૮૩.૬૩ રૂ. અને ડીઝલ ૭૮.૧૧ રૂપીયા પર છે. કોલકતામાં પેટ્રોલનો ભાવ ૮ર.૧૦ તો ડીઝલ ૭૬.૧૭ ઉપર છે.

 ગઇકાલે પણ ડીઝલ ૧૬ પૈસા પ્રતિલીટર  મોંઘુ થયું હતું.

દિલ્હી દેશનું એક માત્ર રાજય છે જયાં પેટ્રોલથી મોંઘુ ડીઝલ છે.

(11:16 am IST)