Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

અમિતાભ બચ્ચનના ચારેય બંગલાઓને સીલ કરી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

કોરોનાનો બોલિવૂડને અજગરી ભરડો : મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પરિવાર કોરોનાના ભરડામાં : અમિતાભ, અભિષેક બાદ ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો

મુંબઈ, તા. ૧૨ : મેગાસ્ટાર અમિતાભ અને પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યા બાદ તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે તે પછી બચ્ચન પરિવારના એક પછી એક સભ્યો કોરોનાના ભરડામાં આવી ગયા છે. પિતા-પુત્ર બાદ ઐશ્વર્ચા રાય બચ્ચન તેમજ આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ઐશ્વર્ચા અને આરાધ્યા બચ્ચનનો બીજો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પિતા-પુત્રની તબિયત સારી હોવાનું નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કેર સર્વિસના ડાયરેક્ટર ડો. અબ્દુલ સામદ અંસારીએ જણાવ્યું હતું. અમિતાભ તેમજ અભિષેક બચ્ચનનો કોરોનાનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જણાયું છે, પરંતુ તેમની તબિયત સ્થિર હોવાથી ચિંતા નહીં હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બન્નેને લક્ષણો વગરનો કોરોના હોવાનું જણાયું છે. બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને શનિવારે રાત્રે ટ્વીટ કરીન માહિતી આપી હતી કે તેમને કોરોના સંક્રમણ થયું છે અને તેઓએ આ અંગે સત્તાવાફ્રાઓને જાણ કરી છે તેમજ પરિવાર અને સ્ટાફના સભ્યોનો ટેસ્ટ પણ કરાયો છે.

             નોંધનીય છે કે અમિતાભની પત્ની જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રવિવારે સવારે કરવામાં આવેલા એન્ટિજન ટેસ્ટમાં જયા, ઐશ્વર્યા, તેમની પુત્રી આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ મ્સ્ઝ્રએ કહ્યું હતું કે, પ્રોટોકોલ અનુસાર, ત્રણેયને ૧૪ દિવસના ક્વોરન્ટીનમાં રહેવું પડશે. આ પિરિયડ પૂર્ણ થયા બાદ ફરીથી ત્રણેયનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. અમિતાભ અને અભિષેકની તબિયત સારી છે અને જલ્દી રિકવર થઈ જશે. ત્રણેય બંગલાને સેનિટાઈઝ કરીને સીલ કરી દેવામાં આવ્યા છે અને બચ્ચન પરિવારને કોવિડ-૧૯ સંબંધી તમામ નિયમોનું પાલન કરવું પડશે. હોસ્પિટલના તબીબે અમિતાભ બચ્ચનની તબિયત સ્વસ્થ હોવાની ખાતરી કરી હતી. તેમનું બ્લડપ્રેશર અને અન્ય શારીરિક ક્રિયાઓ સામાન્ય છે. પિતા-પુત્રએ રાત્રે બરોબર ઊંઘ કરી હતી અને તેમણે સવારે નાસ્તો પણ કર્યો હતો. બીએમસીએ રવિવારે બચ્ચન પરિવારના બંગ્લા જનક, જલસા તેમજ પ્રતિક્ષાને સેનિટીઝ કરવાની કામગીરી હાથ ધરી હતી તેમજ સિનિયર અને જૂનિયર બચ્ચનના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરી તેમના રિપોર્ટની તપાસ આદરી હતી. બીએમસીના સૂત્રોએ જણાવ્યા મુજબ અમિતાભ બચ્ચનના જનક, જલસા અને પ્રતિક્ષા બંગ્લાઓમાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરાઈ હતી.

(12:00 am IST)