Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વિશ્વસ્તરે કાપડ ઉદ્યોગ કોરોના મહામારીને કારણે ઠપ્પઃ લાખ મજૂરો બેરોજગાર

બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ ઠપ, એશિયાના કાપડ ઉદ્યોગ પર સૌથી ખરાબ અસરઃ કાપડ ઉદ્યોગમાં કામ કરતી લાખો મહિલા મજૂરો બેરોજગાર બની

વોશિંગટન,તા.૧૩:કોરોના મહામારીને લીધે લોકડાઉન થયેલા દુનિયાભરના દેશોના અર્થતંત્રમાં મોટી તિરાડ પડી ચૂકી છે, અહીં સુધી કે વિકાસશીલ દેશો દસકાઓ પાછળ ધકેલાઇ ગયા છે. લાંબા ગાળાના લોકડાઉને મોટા ભાગના વેપાર-ધંધા અને ઉદ્યોગોની કફોડી હાલત કરી નાખી છે, આ પૈકી દુનિયાભરના કાપડ ઉદ્યોગને પણ અતિ ગંભીર નુકસાન પહોંચ્યુ હોવાનુ સામે આવ્યુ છે. સૌથી પ્રભાવિત અમેરિકાના ઉત્ત્।ર ભાગ અને યુરોપમાં મોટાભાગની કપડાની દુકાનો, શો રુમ બંધ થઇ ચૂકયા છે. જેના લીધે એશિયામાં હજારો-લાખો કાપડ મજૂરો, ખાસ કરીને મહિલા મજૂરો રોજગાર ગુમાવી બેઠી છે. તેમના રોજગાર આપતા સંગઠનો પણ બંધ થઇ ગયા છે.

વોલ સ્ટ્રીટ જનરલની એક રિપોર્ટ મુજબ એશિયાના ઘણા વિકાસશીલ દેશોમાં લાખો લોકો રોજગાર માટે ટી-શર્ચ અને પેન્ટ બનાવતી ફેકટરીઓ પર નિર્ભર હતા, પરંતુ કોરોના મહામારીને લીધે પશ્વિમની મોટી બ્રાન્ડ્સ દ્વારા ખરબો રુપિયાના ઓર્ડર રદ કરી દેવામાં આવ્યા અને શિપમેન્ટ પણ કેન્સલ કરી દીધા. જેના ગંભીર પરિણામ રુપે નોમ પેન્હ, ઢાકા અને યેન્ગનની પાસે સ્થિત એશિયાઇ ઓદ્યોગિક વિસ્તારોમાં હજારો લાખો ફેકટરીઓ બંધ થઇ અને કેટલીક બંધ થવાની કગાર પર આવી પહોંચી છે.

અત્યારના સમયમાં એશિયામાં બાંગ્લાદેશ, વિયતનામ અને મ્યાનમાર કોરોના મહામાહીને લીધે આર્થિક માર સહન કરનારા પ્રમુખ દેશો છે. એક રિપોર્ટ મુજબ આ દેશોનો ખૂબ જ મોટો મજૂર વર્ગ બેરોજગાર બની કટોકટીનુ જીવન વિતાવી રહ્યો છે.

કપડા ઉત્પાદન કરવામાં બાંગ્લાદેશ પ્રમુખ કેન્દ્રોમાંથી એક દેશ છે, પરંતુ હવે ત્યાં પણ કપડા ઉદ્યોગ ઠપ થઇ ચૂકયો છે. બાંગ્લાદેશમાં ઉત્પાદન થતા કપડામાંથી ૮૫ ટકા કપડા વિદેશમાં જાય છે અહીં કપડા ઉદ્યોગ સાથે ૪૦ લાખથી વધારે લોકો સંકળાયેલા છે. (૨૨.૬)

 

(10:38 am IST)