Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ભારતના ખેલ પ્રધાન કિરણ રિજિજુએ પણ પગથી ખોલ્યું બોટલનું ઢાંકણું

નવી દિલ્હી તા. ૧૩: આજકાલ સોશ્યલ મીડિયામાં #BottleCapChallenge નો વાયરો વાઇ રહ્યો છે. આમ લોકોથી લઇને બોલીવુડ સ્ટાર્સ પણ આ ચેલેન્જ જાતે ઉપાડે છે અને પછી બીજાને ચેલેન્જ પાસઓન કરે છે. જોકે પગેથી બોટલનું ઢાંકણું ખોલવાની આ ફિટનેસ ચેલેન્જ ભારતના રમતગમત વિભાગના પ્રધાન કિરણ રિજિજુએ પણ ઉપાડી છે. એટલું જ નહીં, તેમણે આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેઅર પણ કર્યો છે જે જબરો વાઇરલ થયો છે. આ વિડિયો સાથે તેમણે ભારતીયોને ફિટનેસ પર ધ્યાન આપવાની અને ડ્રગ્સ જેવી નશીલી ચીજોથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ચેલેન્જમાં વ્યકિતએ સ્પિન કરીને બેક કિક દ્વારા લગભગ કમર સુધીની હાઇટ પર મૂકેલી બોટલનું ઢાંકણું પગેથી ખોલવાનું છે. ૪૭ વર્ષના કિરણ રિજિજુએ આ ચેલેન્જ પૂરી કરીને પોતાની ફિટનેસનો પણ પરચો દેખાડયો છે. અત્યાર સુધીમાં પ૦,૦૦૦ થી વધુ વ્યુઝ મળી ચૂકયા છે અને કેટલાક યુઝર્સે લખ્યું છે કે, 'તમે તો ભારતના સૌથી પરફેકટ ખેલમંત્રી છો.'

(3:52 pm IST)