Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

અલગાવવાદીઓના બંધની અસર : અમરનાથ યાત્રા રોકી દેવાઇ

બુરહાનીની વરસી પર વિરોધ પ્રદર્શનને રોકવા માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા. ૧૩ : અલગાવવાદીઓ દ્વારા કાશ્મીરના બંધની અસર અમરનાથ યાત્રા પર જોવા મળી છે. સુરક્ષાને લઇને અલગાવવાદીઓએ આપેલા બંધના કારણે એક અમરનાથ યાત્રાને એક દિવસ રોકી દેવામાં આવી છે. જેના કારણે અમરનાથ યાત્રાનો જથ્થો આગળ જઇ શકશે નહીં.

જેના કારણે યાત્રીઓને આજરોજ જમ્મ-કાશ્મીરમાં જવા દેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં અલગાવવાદીઓએ એક દિવસના બંધનું એલાન કર્યું છે.ઙ્ગ આ અગાઉ ૮ જૂલાઇના રોજ બુરહાનીની વરસી પર અલગાવવાદીઓએ વિરોધ પ્રદર્શનને રોકવા માટે સોમવારના રોજ શ્રીનગર શહેર સહિત અનેક જગ્યા અને દ્યાટીના અન્ય સ્થળ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો.

આમ આજના અલગાવવાદીઓના બંધને ધ્યાનમાં લઇને સુરક્ષાના કારણે અમરનાથ યાત્રાના તીર્થયાત્રીઓના જથ્થાને રવાના પહેલા રોકી દેવામાં આવ્યો.ઙ્ગ અલગાવવાદીઓના સંયુકત સંગઠન જોઇન્ટ રજિસ્ટેન્સ લીડરશીપ (જેઆરએલ) દ્વારા શ્રીનગર બંધનું એલાન કરવામાં આવ્યું.

આ બંધ ૧૯૩૧ની ૧૩ જૂલાઇના રોજ શ્રીનગરના ડાઉન ટાઉન વિસ્તારમાં માર્યા ગયેલ અંદાજે ૨૨ લોકોના વિરોધમાં આપવામાં આવ્યું છે. કાશ્મીરના લોકો આ દિવસને કાળો દિવસ મનાવ છે જયારે જમ્મૂના લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે.

(3:48 pm IST)