Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

શ્રધ્ધાળુઓની ભીડના કારણે હીમલીંગ પીગળી જવાનો ભય ૨૦૧૬માં દસ જ દિવસમાં બરફાની બાબા થયા હતા અદ્રશ્ય

જમ્મુ તા. : અમરનાથ યાત્રાઓમાં શ્રધ્ધાળુઓની વધી રહેલી સંખ્યાના કારણે હિમલીંગના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે. ઘણા વર્ષોથી એવુ જોવા મળી રહ્યુ છેકે શ્રધ્ધાળુઓની વધતી સંખ્યાના કારણે હિમલીંગ સમય પહેલા જ ભકતોના આસની ગરમીથી પીગળી જાય છે.

આ વર્ષે અત્યાર સુધીમાં પોણા બે લાખ શ્રધ્ધાળુઓ ભોળાનાથના દર્શન કરી ચુકયા છે. પણ હવે વધતી સંખ્યા હિમલીંગ માટે ખતરારૂપ ગણવામાં આવી રહી છે. જો કે આ વર્ષે હિમલીંગ ૨૨ ફુટનુ છે. જે ગયા વર્ષેના ૧૫ ફુટ કરતા મોટુ છે. પણ આ વખતે શ્રધ્ધાળુઓની સંખ્યા પણ ગયા વર્ષ કરતા વધારે છે.

નિષ્ણાંતો અનુસાર , અમરનાથ ગ્લેશીયરોથી ઘેરાયેલુ છે. એટલે ત્યા વધારે લોકો પહોચવાથી ઉષ્ણતાપમાન વધવાનો ભય છે. તેના કારણે ગ્લેશીયરો જલ્દી ઓગળશે. ૨૦૧૬ની સાલમાં પણ ભકતોની વધારે ભીડ અમરનાથ પહોચવાથી હિમલીંગ ઝડપથી પીગળી ગયુ હતુ. આંકડાઓ અનુસાર તે વર્ષે યાત્રા શરૂ થયાના ૧૦ જ દિવસમાં હિમલીંગ પીગળીને દોઢ ફુટનુ થઇ ગયુ હતુ. તે વર્ષે યાત્રાના છેલ્લા પંદર દિવસ દરમ્યાન શ્રધ્ધાળુઓ લીંગના દર્શન નહોતા કરી શકયા

(1:13 pm IST)