Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

અરૂણાચલના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી અને તેના ભાઈ પર ભ્રષ્ટ્રાચાર અને છેતરપિંડીનો આરોપ

નબામ તુકીએ તેના ભાઈને સરકારી પ્રોજેકટ આપવા મામલે સીબીઆઈએ કેસ કર્યો

અરૂણાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ નબામ તુકી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. સીબીઆઈએ નબામ તુકી અને તેમના ભાઈ સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી પર આરોપ છે કે તેમણે વર્ષ ૨૦૦૩માં તેના ભાઈ નબામ તગમને ૩.૨૦ કરોડનો સરકારી પ્રોજેકટ ભેટમાં આપ્યો હતો. સીબીઆઈએ આ મામલે બંને ભાઈઓ સામે તપાસ શરૂ કરી છે.

(11:29 am IST)