Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ર૦૧૮ ની સાલના ‘‘ઇનોવેટર્સ અન્‍ડર થર્ટી ફાઇવ'' માં સ્‍થાન મેળવતા ૧૦ ઇન્‍ડિયન અમેરિકન્‍સ : MIT રિવ્‍યુ દ્વારા જાહેર કરાયેલી યાદી

 મેસ્‍સેચ્‍યુએટસ : અમેરિકામાં મેસ્‍સેચ્‍યુએટસ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT) દ્વારા પ્રસિધ્‍ધ થતા મેગેઝીન MIT ટેકનોલોજી રિવ્‍યુ દ્વારા ર૦૧૮ ની સાલ માટે પસંદ કરાયેલા ‘‘ઇનોવેટર્સ અન્‍ડર થર્ટી ફાઇવ'' મા ૧૦ જેટલા ઇન્‍ડિયન અમેરિકન્‍સને સ્‍થાન મેળવ્‍યું છે.

ઇનોવેટર્સ એન્‍ટરપ્રિનીઅર્સ, વિઝનરીઝ, પાયોનિઅર્સ, તથા હયુમેજારી ક્ષેત્રે  વિશ્વન નવી રાહ ચિંધાડનાર ૩પ  વર્ષથી ઓછી વયના ટેકનોલોજીસ્‍ટની યાદીમાં સ્‍થાન હાંસલ કરનાર આ ૧૦ ઇન્‍ડિયન સાઉથ એશિઅન અમેરિકન્‍સમાં સુશ્રી શ્રેયા દવે, શિન્‍જીની કુન્‍ડુ તથા મનન સુરીનો ઇનોવેટર્સ ક્ષેત્રે શ્રી આસુતોષ સકસેનાનો એન્‍ટરપ્રિમઅર્સ ક્ષેત્રે, તથા સુશ્રી અર્ચના કમલ, શેહર બાનો તથા પ્રિનેહા નારંગનો વિઝનેરી ક્ષેત્રે, તથા શ્રી હુમ્‍સા વેંકટેશનો પાયોનિઅર્સ ક્ષેત્રે સમાવેશ થયો છે.

(11:05 pm IST)