Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

જેકમાને પછાડી મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ જેકમા કરતા વધુ થઇ ગઈ : જેકમાની સંપત્તિ ૪૪ અબજ ડોલર રહી છે જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ વધીને ૪૪.૩ અબજ સુધી પહોંચી ગઈ છે : કારોબારમાં હજુ વધારો કરાશે

મુંબઇ,તા. ૧૩ : મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં રેકોર્ડ ગતિ વધારો થઇ રહ્યો છે. અલીબાબા ગ્રુપના સ્થાપક જેકમાને પાછળ છોડીને મુકેશ અંબાણી તેમનાથી આગળ નિકળી ગયા છે. રિલાયન્સ ભારતના બજારમાં ઇ-કોમર્સને વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં ઇ-કોમર્સના ક્ષેત્રમાં પણ પ્રભુત્વ જમાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની આક્રમક તૈયારી રહેલી છે. રિફાઈનિંગથી લઇને ટેલિકોમ સુધીના ક્ષેત્રમાં પ્રભાવ ધરાવનાર અને કંપનીના ચેરમેન અંબાણીની સંપત્તિ આજે ૪૪.૩ અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની સંપત્તિ૧.૬ ટકા વધીને રેકોર્ડ ૪૪.૩ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે જ્યારે જેકમાની સંપત્તિ હાલમાં ૪૪ અબજ ડોલર છે. આ વર્ષે રિલાયન્સની સંપત્તિમાં ચાર અબજ ડોલર ઉમેરાઈ ગયા છે. રિલાયન્સે પેટ્રોકેમિકલ્સની ક્ષમતાને વધારી દીધી છે. જીઓ શરૂ કરવાની સાથે જ રોકાણકારોનું આકર્ષણ આ દિશામાં વધી ગયું છે. રિલાયન્સે પોતાના ૨૧ કરોડ દૂરસંચાર ગ્રાહકોને એમેઝોન અને વોલમાર્ટ મારફતે ઇ-કોમર્સની સુવિધા આપવાની યોજના તૈયાર કરી લીધી છે. ૨૦૧૮માં અલીબાબાના જેકમાને ૧.૪ અબજ ડોલરનું નુકસાન થયું હતું. અંબાણીના મોટા પ્રોજેક્ટ ચલાવવા માટે ઓળખવામાં આવે છે. જામનગરના રિફાઇનિંગ કોમ્પ્લેક્ષની બાબત તમામમાં જાણિતી રહી છે. ભારતના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્ક માટેની ક્રેડિટ પણ મુકેશ અંબાણીને જાય છે. અંબાણીએ એક મિટિંગમાં કહ્યું હતું કે, ૨૦૨૫ સુધી રિલાયન્સનું નેટવર્ક બે ગણુ થઇ જશે. જીઓ ઓગસ્ટમાં ૧૧૦૦થી વધુ શહેરોમાં ફાઇબર આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારીમાં છે. રિલાયન્સે એક દશકના લાંબા ગાળા બાદ ૧૦૦ અબજ ડોલરના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. રિલાયન્સ જીઓએ નાની કંપનીઓને તો બજાર છોડી દેવાની ફરજ પાડી છે અથવા તો મર્જ થઇ જવા માટેની ફરજ પાડી છે. ૨૦૦૨માં ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ ગ્રુપનું નેતૃત્વ મુકેશ અને અનિલ અંબાણીના હાથમાં આવ્યું હતું. ૨૦૦૫માં બંને ભાઈઓની કંપનીઓ જુદી જુદી થઇ ગઇ હતી. અંબાણીએ હાલમાં જ કહ્યું હતું કે, જુદા જુદા ક્ષેત્રોમાં તેમની કંપની આગળ વધવાની ઇચ્છા ધરાવે છે. જીઓના પરિણામ સ્વરુપે રિલાયન્સની બોલબાલ અનેકગણી વધી ગઈ છે. રિલાયન્સ માટેના પ્રવક્તાએ હાલના સંદર્ભમાં કોઇ વાત કરી નથી પરંતુ જેકમાને પાછળ છોડી દેવાને લઇને તમામમાં ચર્ચા જોવા મળી રહી છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં મુકેશ અંબાણી પહેલાથી જ સ્થાન મેળવી ચુક્યા છે. હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે પણ ઉભરી આવ્યા છે.

(7:31 pm IST)
  • જુનાગઢમાં ઘણા લાંબા સમય રાહ જોવડાયા બાદ ભારે વરસાદનુ આગમન : શહેરમાં લાઇટ જવાના પ્રશ્નોને પગલે પી.જી.વી.સી.એલના કમૅચારીઓ ભારે વરસાદ વચ્ચે કાર્યરત : ચાલુ વરસાદે પી. જી. વી. સી.એલના કર્મચારીઓ જીવ જોખમમાં મુકી કામ કરતા નજરે પડે છે.'અકિલા 'ના વાચક વાઢીયા મિતલકુમારએ મોકલેલ જુઓ વિડીયો access_time 11:20 pm IST

  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST

  • રાજકોટના લોધીકામાં ભારે વરસાદથી પાણીમાં એક બાળક સહિત ત્રણ લોકો તણાયા :ખેતરમાં વરસાદી પાણીનું ઘોડાપુર આવતા ત્રણ લોકો તણાયા :ચાર વર્ષના બાળકનું મોત :અન્ય બે લોકોનો આબાદ બચાવ access_time 12:17 am IST