Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

જાફરાબાદના દરિયામાં આકેર નામનું જહાજ ફસાયું

ભાકોદરમાં આવેલ સ્વાન જેટી નજીક જહાજ પહોંચ્યું હતું

 

અમરેલીમાં જાફરાબાદના દરિયામાં જહાજ ફસાયું હતું. આકેર નામનું જહાજ દરિયામાં ફસાયું હતું. દરિયામાં પાણીનો પ્રવાહ વધતા જહાજ ડૂબે તેવી શક્યતાઓ હતી. જાફરાબાદના દરિયામા જહાજ બાંધી કેટલાક લોકો ગઈકાલે કાંઠે આવી ગયા હતા.

  આજે એંકરથી છુટુ પડતા જહાજ ચાલતું થયું હતું. મોડી રાત સુધીમાં જહાજ ડૂબી શકે છે. દરિયામા ઊંચા મોજા ઉછળતા હોવાથી જહાજને કાંઠે લાવવુ મુશ્કેલ છે. જાફરાબાદના ભાકોદરમાં આવેલ સ્વાન જેટી નજીક જહાજ પોહચ્યું હતું

(10:22 pm IST)