Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સોૈરાષ્ટ્ર-કચ્છ તરફની પશ્ચિમ રેલ્વેની પંદર ટ્રેનો રદ કરાઇ

મુંબઇ તા ૧૩  : '' વાયુ'' વાવાઝોડુ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાનાં ક્ષેત્રોમાં ત્રાટકવાની આગાહીને ધ્યાનમાં રાખીને સાવધાનીરૂપે પશ્ચિમ રેલ્વેએ ગઇકાલ (૧૨ જુન) ના સાંજેં છ વાગ્યાથી શક્રવાર (૧૪ જુન)ની સવાર સુધીના ગાળામાં સોૈરાષ્ટ્ર અને કચ્છ તરફની કેટલીક ટ્રેનો રદ કરી છે અને કેટલીક ટ્રેનોના પ્રવાસ ટુંકાવવાનો નિર્ણય ગઇકાલે લીધો હતો. બે દિવસમાં મુંબઇ સહિત ગુજરાતબહારનાં સ્થળો અને સોૈરાષ્ટ્રના સ્ટેશનો વચ્ચેની ટ્રેનોને અમદાવાદ ,સુરેન્દ્રનગર,અને રાજકોટ ખાતે અટકાવીને પાછી મોકલવાના નિર્ણયો લેવાયા હોવાથી સંબધિત ટ્રેનોના પ્રવાસીઓનેફેરફારની જાણકારી મેળવી લેવાની સુચના આપવામાં આવી છે. ખાસ કરીને વાવાઝોડુ જયાંથી પસાર થવાની આગાહી કરવામાંઆવી છે, એવા દરિયાકાંઠાના વિસ્તારો વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ગાંધીધામ, અને ભુજ તરફની ટ્રેનો બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલ્વેએ ગાંધીધામ, ભાવનગર, પોરબંદર, વેરાવળ, અને ઓખાથી સ્થાનિક લોકોને સુરક્ષિત ઠેકાણે ખસેડવા માટે ખાસ ટ્રેનો દોડાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાકીદના સંજોગોમાં સોૈથી નજીકના સલામત સ્થળ સુધી લોકોને પહોંચાડવા માટે ૬ થી ૧૦ કોચ ધરાવતી વિશેષ ટ્રેનો પણ તૈયાર રાખી છે. કાંઠાળ ક્ષેત્રોના ડેપો અને સ્ટેશન યાર્ડસ ખાતે ઉપલબ્ધ કોચ પણ  સલામત સ્થળે ેખસેડવામાં આવ્યા છે. રેલ્વે ઇમર્જન્સી કંટ્રોલ ઓફિસોની સક્રિયતા જાળવવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. રેલ્વે તંત્રના સબંધિત અધિકારીઓને પુરતા પ્રમાણમાં કર્મચારીઓ, જેસીબી મશીન્સ, ઝાડ કાપવાનાં યંત્રો, પાણીની ટાંકીઓ, ટ્રેકટર્સ અને જનરેટર્સ પણ રાખવામાં આવ્યા છે.(૩.૩)

 રદ કરવામાં આવેલી ટ્રેનો અને તારીખ

૧   ટ્રેન નંબર ૫૨૯૩૩     વેરાવળ-અમરેલી       ૧૨ અને ૧૩ જુન

ર   ટ્રેન નંબર ૫૨૯૪૯     વેરાવળ-દેલવાડા       ૧૨ અને ૧૩ જુન

૩   ટ્રેન નંબર ૫૨૯૩૦     અમરેલી-વેરાવળ       ૧૨ અને ૧૩ જુન

૪   ટ્રેન નંબર ૫૨૯૫૧     દેલવાડા-જુનાગઢ       ૧૨ અને ૧૩ જુન

૫   ટ્રેન નંબર ૫૨૯૫૬     જુનાગઢ-દેલવાડા       ૧૨ અને ૧૩ જુન

૬   ટ્રેન નંબર ૫૨૯૫૫     અમરેલી-જુનાગઢ       ૧૩ જુન

૭   ટ્રેન નંબર ૫૨૯૫૨     જુનાગઢ-દેલવાડા       ૧૩ જુન

૮   ટ્રેન નંબર ૫૨૯૪૬     અમરેલી-વેરાવળ       ૧૩ જુન

૯   ટ્રેન નંબર ૫૨૯૨૯     વેરાવળ-અમરેલી       ૧૩ જુન

૧૦  ટ્રેન નંબર ૫૨૯૫૦     દેલવાડા- વેરાવળ      ૧૩ જુન

 

(11:06 am IST)