Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

લશ્કર, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ રાજયની મદદમાં: વિજયભાઇ રૂપાણી

''વાયુ'' વાવાઝોડાનાં પગલે મોડી રાત્રીનાં સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાતેઃ પરિસ્થિતીનુ મોનીટરીંગ જીલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કાલે રાત્રીના સ્ટેટ કાન્ટ્રોલ રૂમની મુલાકાત લઇને પરિસ્થિતીનુ મોનીટરીંગ કર્યુ હતુ જે તસ્વીરમાં નજરે પડે છે.

ગાંધીનગર, તા.૧૩: ગુજરાત રાજયના  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કાલે રાત્રે ૧૧ વાગે  વાવાઝોડા સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લઇ આવનારી પરીસ્થીતીનું મોનીટરીંગ કર્યું હતું...તમામ જીલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સતત સંપર્ક માં રહી ત્વરીત નિર્ણય લેવાય તે બાબતે તેઓશ્રી સતર્ક છે. અલગ અલગ મંત્રીશ્રીઓને પણ સાગરકાંઠાના વિસ્તારોમાં મોકલી આપવામાં આવ્યા છે.. કાંઠા વિસ્તારના અને નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવી સલામત જગ્યાઓએ ખસેડવામાં આવ્યા છે..દરેક જીલ્લાઓની સ્વૈચ્છિક સંસ્થાઓને ખાસ વિનંતી કરી લાખો ફુડ પેકેટો તૈયાર કરી દેવામાં આવ્યા છે...

કુદરત જયારે કોપાયમાન થાય ત્યારે માનવી નાનો પડે પણ છતાં કોઇને પોતાનો જીવ આ વાવાઝોડામાં ન ગુમાવવો પડે તે રીતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારાઙ્ગ અદભુત પ્લાન બનાવવામાં આવ્યો છે..રાજય સરકારનું વાવાઝોડા પહેલાંનું આ માઇક્રો આયોજન કાબીલેદાદ છે...

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એઙ્ગ બુધવારે મોડી રાત્રે ગાંધીનગર ના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર થી રાજયના સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લામાં સંભવિત વાયુ વાવાઝોડા નીઙ્ગ આફત સામે જે તે જિલ્લા એ કરેલા આયોજન અને કામગીરી ની તલસ્પર્શી સમીક્ષા વિડીયો કોન્ફરન્સ મારફતઙ્ગ કરી હતી.

તેમણે જિલ્લા કલેકટર તેમજ જે તે જિલ્લામાં કામગીરી માર્ગ દર્શન માટે પહોંચેલા મંત્રીઓ અને પ્રભારી સચિવો પાસેથી વિગતો મેળવી હતી અનેઙ્ગ આ સંભવિત વાવાઝોડામાંઙ્ગ ઙ્ગકોઇ માનવ હાનિ ન થાય તે માટે નીચાંણ વાળા વિસ્તારો ના લોકો ના સલામત સ્થળે સ્થળાંતરને પ્રાયોરિટી અપાઈ છે તેની સંપૂર્ણ માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રી એ આ સમીક્ષા બેઠક બાદ પ્રચાર માધ્યમો ને જાણકારી આપતા કહ્યું કેઙ્ગ સૌરાષ્ટ્ર કચ્છ મળીને ૧૦ જિલ્લામાંથી ૨.૭૫ લાખ લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે. રાજયમાં કુદરી આફતોમાંઙ્ગ અત્યાર સુધી થયેલા સ્થળન્તરમાં આઙ્ગ સૌથી વધુ છે એમ તેમણે જણાવ્યું હતુંર્ં.

વિજયભાઈએ કહ્યું કેઙ્ગ સંભવિત વાવાઝોડાની વ્યાપકતા અને તિવ્રતા જોતા રાજય સરકારે પણ પ્લાનિંગ ઈન ડિટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સ નો વ્યૂહ અપનાવીને એકપણ જાનહાનીઙ્ગ ન થાય માલ મિલ્કત ને ઓછામાં ઓછું નુકશાન થાય તેઙ્ગ રીતે નિર્ધારિત લક્ષ્ય સાથે સ્ટ્રેટેજી પૂર્વકઙ્ગ કામગીરી કરી છે.

તમામ જિલ્લામાં કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત છે. પોલીસ પણ બુધવારે સમગ્ર રાત્રી દરમ્યાન કોમ્બિંગ અને પેટ્રોલિંગ કરી ને હજુ પણ જે લોકોઙ્ગ નીચાણઙ્ગ વિસ્તારમાં છે તેમનું સ્થળાંતર કરાવવાની કામગીરી કરવાની છે.

બધાજ જિલ્લામાં એન ડી આર એફ ની ટિમ પહોંચી ગઈ છે ઉપરાંત એસ ડી આર એફ ટિમઙ્ગ પોલીસ એસ આર પી ટિમ સ્ટેન્ડ ટુ છે. મુખ્યમંત્રી એ કહ્યું કે લશ્કર એરફોર્સ નેવી કોષ્ટ ગાર્ડ જેવી એજન્સીઓ પણ રાજયની મદદમાં છે.

રાજય સરકારના સંબધિત વિભાગ માર્ગ મકાનઙ્ગ પાણીપુરવઠો આરોગ્યઙ્ગ ફાયર બ્રિગેડ પી જી વીસી એલઙ્ગપણ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.

વાવાઝોડા અંગેનીઙ્ગ બધી જ લેટેસ્ટ અપડેટઙ્ગ કેન્દ્રીય અને રાજય વેધર ફોરકાષ્ટ સેન્ટર આપે છે તે મુજબઙ્ગ રાજય સરકાર આયોજન કરી આ સંભવિત વાવાઝોડા ના ખતરા સામેઙ્ગ ગંભીરતા થીઙ્ગ અને કયાંય કોઇ કચાશ કે ઢીલ ન રહી જાય તેની તકેદારી સાથે સજ્જ છે.

મુખ્યમંત્રી એ વધુ વિગતો આપતા જણાવ્યું કે રાજય માં ૫૭ તાલુકામાં વત્ત્।ો ઓછો વરસાદ શરૂ થયો છે તેમજ દરિયાના મોજા ઉછળવા થી સુત્રાપાડાના ગામોમાં પાણી ભરાવા ની તથા પોરબંદરમાં પાળો તૂટવાથી પાણીઙ્ગ ભરાવાની સ્થિતિ ને યુદ્ઘ ના ધોરણેઙ્ગ કામ કરી પાર પાડવામાં આવી રહીર્છેં ર્ંસંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંઙ્ગ બધા જ પોર્ટસ ખાલી કરાવીઙ્ગ દેવાયા છે અનેઙ્ગ દરિયામાં ગયેલા બધા જ માછીમારો પરત આવી ગયા છે.

લોકોએ પણઙ્ગ સલામત સ્થળે શિફટીંગમાંઙ્ગ સહયોગ આપ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રી એ કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહમંત્રી કાર્યાલય પણ ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છે અને જરૂરી મદદઙ્ગ આપવા તત્પર છે.

મુખ્ય સચિવ ડો જે એન સિંહ તથા મહેસુલ ના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિત સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો પણ આ વેળા એ જોડાયા હતા.(૨૧.૪)

(11:05 am IST)