Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વાયુ વાવઝોડાનાં પગલે ગુજરાતમાં મૃત્યુઆંક છ :નર્મદા-તાપીમાં 2-2 અને ડાંગ-ગાંધીનગરમાં 1-1 લોકોનું મોત

અમદાવાદ : વાવાઝોડાએ વેરાવળ અને દીવના બદલે હવે પોરબંદર અને દ્વારકા તરફ આગળ વધ્યું છે. જોકે દિશા બદલી છે પરંતુ તીવ્રતા વધી છેત્યારે વાયુ વાવાઝોડાના કારણે રાજ્યમાં છ લોકોના મોટ નિપજ્યા છે જેમાં નર્મદા ને તાપી જિલ્લામાં બે-બે લોકોના મોત થયા છે જયારે ડાંગ અને ગાંધીનગર જિલ્લામાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જેમાં વીજળી પડવાથી અને ઝાડ નીચે દબાઈ જવાથી મૃત્યુ થયા છે 

(12:00 am IST)
  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST

  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST