Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

દેશના મહત્વના ચંદ્રયાન-૨ મિશનના લોન્ચિંગની તૈયારી

જુલાઈ મહિનામાં લોંચ કરવા માટેની તૈયારી : તૈયારી અંતિમ રાઉન્ડમાં પહોંચી ગઇ હોવાના અહેવાલ

નવી દિલ્હી, તા. ૧૧ : ઇસરોએ પોતાના મહત્વકાંક્ષી ચંદ્રયાન-૨ મિશનના ટેસ્ટિંગના અંતિમ રાઉન્ડ શરૂ કરી દીધા છે. તમિળનાડુના મહેન્દ્રગિરી અને બેંગ્લોરના બ્યાલાલુમાં અંતિમ ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ઇસરોની તૈયારી નવમી જુલાઈથી લોંચ શરૂ કરવાની છે. ઇસરોના વર્તમાન કાર્યક્રમ મુજબ સ્પેશક્રાફ્ટ ૧૯મી જૂનના દિવસે બેંગ્લોરથી રવાના થશે અને ૨૦ અથવા ૨૧મી જુલાઈ સુધી શ્રીહરિકોટના લોંચ પેડ ખાતે પહોંચશે. થ્રીડી મેપિંગથી લઇને વોટર મોલિક્યુલસ સુધી અને મિનરલના તપાસથી લઇને અને તમામ બાબતોમાં ચાકસણી કરવામાં આવશે જ્યાં હજુ સુધી કોઇ પહોંચ્યું નથી ત્યાં ઇસરો પહોંચશે. ઇસરો દ્વારા ચંદ્ર પર જવા માટેની મોટી તૈયારી કરી લીધી છે. ઇસરોના આ મહત્વકાંક્ષી મિશનના અનેક પડકારો પણ છે. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના કહેવા મુજબ જમીનથી ચંદ્રનું અંતર ૩૮૪૪ કિલોમીટરનું છે. ચંદ્રની ગ્રેવેટીથી કેટલીક ચીજો પ્રભાવિત છે. ચંદ્ર પર અન્ય ખગોળ સંસ્થાઓની ઉપસ્થિતિ અને સોલર રેડિએશનની અસર પણ જોવા મળનાર છે. કોમ્યુનિકેશનમાં વિલંબ પણ એક મોટી સમસ્યા તરીકે છે. કોઇપણ સંદેશ મોકલવા પર તેના પહોંચવામાં મિનિટોનો સમય લાગશે. સિગ્નલો નબળા હોઈ શકે છે. ભારતના આ મહત્વકાંક્ષી મિશનને લઇને સમગ્ર દુનિયાની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ મિશન ઉપર જોરદાર કામ ચાલી રહ્યું છે અને આને સફળરીતે પાર પાડવા માટે પણ વૈજ્ઞાનિકો સંપૂર્ણપણે સજ્જ છે. નાની નાની ચીજોમાં અભ્યાસની કામગીરી ચાલી રહી છે. ચંદ્ર પર લેન્ડિંગને લઇને સાત જેટલા પડકારો રહેલા છે. જેના ભાગરુપે કેટલીક બાબતોમાં ચકાસણી કરવામાં આવશે. ઇસરો દ્વારા ચંદ્રયાન-૨ના ટેસ્ટિંગના અંતિમ તબક્કાની શરૂઆત થઇ ચુકી છે. આવનાર દિવસોમાં આનાથી મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકાશે.

(12:00 am IST)
  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST

  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST