Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

કર્ણાટક : ભાજપને ફટકો : કોંગીનો વિજય

કોંગ્રેસના સૌમ્યા રેડ્ડીની જયાનગર વિધાનસભા બેઠક પર જીત : આ બેઠક પર ઉમેદવારનું મૃત્યુ થતા ૧૨ મેના ચૂંટણી મોકૂફ રખાઇ હતી : કોંગ્રેસની રાજ્યમાં કુલ બેઠકનો આંક ૮૦ થયો

નવી દિલ્હી તા. ૧૩ : કોંગ્રેસે આજરોજ કર્ણાટકની જયાનગર વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. અગાઉ ૧૨જ્રાક મેએ વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ બેઠકના ઉમેદવારનું દુઃખદ નિધન થતા ચૂંટણી મોકુફ રખાઈ હતી. ત્યારબાદ સોમવારે આ બેઠક પર મતદાન થયું હતું. બુધવારે પરિણામ જાહેર કરાયું હતું.

જેમાં કોંગ્રેસના ઉમેદવાર જયાનગર બેઠક પર ૨,૮૮૯ મતના માર્જીનથી વિજય જાહેર થયા હતા.કોંગ્રેસન સૌમ્યા રેડ્ડીએ આ બેઠક પર ભાજપના બીએન પ્રહલાદને હરાવ્યા હતા. કર્ણાટકમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો હતો પરંતુ બીએસ યેદીયુરપ્પા બહુમત પુરવાર ના કરી શકતા સરકાર પડી ભાંગી હતી. ત્યારબાદ જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર રચાઈ હતી.

કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોએ જયાનગર બેઠક પર જીત બદલ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર સૌમ્ય રેડ્ડીએ જણાવ્યું કે તેમના માટે વિપક્ષ તરફથી પણ સમર્થન આવ્યું હતું. આ સાથે જ કોંગ્રેસ પાસે કર્ણાટક વિધાનસભામાં ૮૦ બેઠકો થઈ છે.

સૌમ્યા રેડ્ડી રાજયના મંત્રી રામલિંગા રેડ્ડીની પુત્રી છે, રામલિંગા અગાઉ આ બેઠક પરથી ચાર વખત પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે. તેમણે જણાવ્યું કે તેમને આ જીતની અપેક્ષા હતી જો કે વધુ લીડની અપેક્ષા હતી છતા આ નિરાશાજનક પણ નથી. હું પાર્ટી હાઈકમાન્ડનો આભારી છું કે તેમણે મારી પુત્રીને આ બેઠક માટે પસંદ કરી.

(3:54 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • બનાસકાંઠામાં નગરપાલીકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો : બનાસકાંઠા નગરપાલીકાના પ્રમુખપદે ભાજપના અશોક ઠાકોર અને ઉપપ્રમુખ પદે હેતલબેન રાવલની વરણીઃ કોંગ્રેસના ૧૯ સામે ૨૩ સભ્યોના ટેકાથી ભાજપનો ભગવો લહેરાયો access_time 2:43 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST