Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

શેરબજારમાં તેજી જારી : વધુ ૪૭ પોઇન્ટ સુધીનો ઉછાળો

નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો : ટીસીએસ તેમજ ઇન્ફોસીસના શેરમાં નોંધપાત્ર ઉછાળો રહ્યો : નિફ્ટી ૧૪ પોઇન્ટ ઉછળી ૧૦૮૫૭ની સપાટીએ

મુંબઇ,તા. ૧૩ : શેરબજારમાં આજે ઉથલપાથલ વચ્ચે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૪૭ પોઇન્ટ ઉછળીને ૩૫૭૩૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૪ પોઇન્ટ ઉછળીને ૧૦૮૫૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો ટોપ સોફ્ટવેર સર્વિસ નિકાસ કરતી કંપની ટીસીએસના શેરમાં ૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટીસીએસનું કહેવું છે કે, તેના બોર્ડ દ્વારા ૧૫મી જૂનના દિવસે મળનારી બેઠકમાં કંપનીના ઇક્વિટી શેર બાયબેક કરવા માટેની દરખાસ્ત ઉપર વિચારણા કરવામાં આવશે. કારોબારના અંતે આ શેરમાં ૨.૪૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો અન્ય કેટલાક શેરમાં પણ તેજી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં પણ ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. ટીસીએસ અને ઇન્ફોસીસના શેરમાં તેજી જામી હતી. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાને લઇને આવતીકાલે નિર્ણય કરવામાં આવનાર છે જેના પર તમામની નજર કેન્દ્રિત થઇ છે. જાણકાર લોકોનું કહેવું છે કે, અમેરિકી સેન્ટ્રલ બેંક દ્વારા આ વખતે બે વખત રેટમાં વધારો કરવામાં આવનાર છે જેમાં જૂન અને સપ્ટેમ્બરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં વધુ વખત વધારો કરવામાં આવી શકે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો.વાર્ષિક હોલસેલ પ્રાઇઝ ફુગાવો એપ્રિલ મહિનામાં વધીને ૩.૧૮ ટકા હતો જે માર્ચ મહિનામાં ૨.૪૭ ટકા હતો. બેંક ઓફ જાપાન દ્વારા શુક્રવારના દિવસે તેના પરિણામ જાહેર કરવામાં આવશે.  ગયા સપ્તાહમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો હતો. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો.આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો અથવા તો યથાવત રાખવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત મે ૨૦૧૮ માટેના હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા ૧૪મી જૂનના દિવસે ગુરુવારના દિવસે જાહેર કરવામાં આવશે. ગઇકાલે મંગળવારના દિવસે સેંસેક્સ ૨૦૯ પોઇન્ટ ઉછળીને ૩૫૬૯૩ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૬ પોઇન્ટ ઉછળીને ૧૦૮૪૩ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૨.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો.

(7:24 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • સુરતમાં પ્લાસ્ટીક પાઉચના ઉપયોગ પર આજથી પ્રતિબંધ access_time 2:43 pm IST