Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

Jioએ રજૂ કર્યો ઇતિહાસનો સૌથી સસ્તો પ્લાનઃ રૂ. ૧૪૯માં મળશે રોજના 3GB ડેટા

મુંબઇ તા. ૧૩ : રિલાયન્સ જિયોએ એરટેલનો ૧૪૯ અને ૩૯૯ રૂપિયાનો પ્લાન અપડેટ થયા બાદ એરટેલ પર એક મોટો હુમલો કરતા પોતાનાં દરેક પ્રિ-પેઇડ પ્લાનને અપડેટ કરેલ છે. રિલાયન્સ જિયોએ ભારતીય ટેલિકોમ સેકટરનો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન બજારમાં રજૂ કર્યો છે. જિયો હવે ૧૪૯ રૂપિયામાં રોજનાં 3 GB ડેટા આપશે.

રિલાયન્સનાં ૧૪૯, ૩૪૯, ૩૯૯ અને ૪૯૯ રૂપિયાવાળા આ પ્લાનમાં હવે દરરોજનાં 3 GB ડેટા મળશે. પહેલા આ દરેક પ્લાનમાં રોજનાં ૧.૫ GB ડેટા મળતો હતો. આ પ્લાનની માન્યતા ક્રમશઃ ૨૮, ૭૦, ૮૪ અને ૯૧ દિવસોની હશે. આ સિવાય ૧૯૮, ૩૯૮, ૪૪૮ અને ૪૯૮ રૂપિયાવાળા પ્લાનમાં હવે દરરોજનાં ૩.૫ GB ડેટા મળશે. પહેલા આ પ્લાનમાં દરરોજનાં ૨ ઞ્ગ્ ડેટા મળતો હતો. આ પ્લાનની માન્યતા ક્રમશઃ ૨૮, ૭૦, ૮૪ અને ૯૧ દિવસોની હશે.

ત્યાં જ ૨૯૯ રૂપિયાવાળા આ પ્લાનમાં હવે દરરોજનાં ૪.૫ GB ડેટા મળશે અને આ પ્લાનની માન્યતા ૨૮ દિવસોની છે. પહેલા આ પ્લાનમાં દરરોજનાં ૩GB ડેટા મળતો હતો. આ સિવાય ૫૦૯ રૂપિયાવાળા પ્લાનમાં હવે દરરોજનાં ૫.૫ GB ડેટા મળશે. આની માન્યતા ૨૮ દિવસોની હશે. આમાં પહેલા દરરોજ ૪ ઞ્ગ્ ડેટા મળતો હતો.

કંપનીનાં ૭૯૯ રૂપિયાવાળા પ્રી-પેઇડ પ્લાનમાં ૨૮ દિવસો સુધી હવે દરરોજનાં ૬.૫ GB ડેટા મળશે. જો કે આમાં પહેલા દરરોજનાં ૫GB ડેટા મળતો હતો. આ સિવાય ૩૦૦ અથવા આનાં રિચાર્જ પર ૧૦૦ રૂપિયા સુધીનું કેશબેક અને ૩૦૦થી ઓછા રિચાર્જ પર ૨૦ ટકાનું કેશબેક મળશે. તેનાં માટે જિયો એપ દ્વારા રિચાર્જ કરાવવું પડશે અને ફોન પર વોલેટ દ્વારા પેમેન્ટ કરવું પડશે.

જિયોનાં દરેક નવા પ્લાન ૧૨ જૂનનાં રોજ આજનાં દિવસથી સાંજનાં ૪ વાગ્યેથી એકિટવ થઇ ગઇ છે અને ૩૦ જૂન ૨૦૧૮ સુધી આ ચાલશે. એટલે કે ૧૨ જૂનનાં રોજ સાંજનાં ૪ વાગ્યેથી લઇને ૩૦ જૂનની રાતનાં ૧૧.૫૯ વાગ્યા સુધી રિચાર્જ કરાવવા પર આપને આ સ્કીમનો લાભ મળશે.(૨૧.૧૫)

(11:32 am IST)