Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પીએમ મોદી પોતાના ગુરુનું સન્માન કરતા નથી: મને લાલકૃષ્ણ અડવાણી માટે દુઃખ છે : રાહુલ ગાંધી

ભાજપના વરિષ્ઠ નેતાઓની પક્ષમાં અવગણના:વાજપેયી બીમાર છે અમે તેની સાથે ઉભા છીએ : સૌથી પહેલા હું જોવા ગયો હતો

મુંબઇમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કરતા ભાજપમાં વરિષ્ઠ નેતાઓની અવગણનાનો મુદ્દો ઉઠાવ્યો હતો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એલકે અડવાણી પીએમ મોદીના ગુરુ છે. પરંતુ મેં જોયું છે કે, અનેક અવસરોમાં પીએમ મોદી પોતાના ગુરુનું સન્માન પણ નથી કરતા. મને અડવાણી માટે ખોટું લાગે છે. કોંગ્રેસ પાર્ટી તેમને મોદી કરતા પણ વધારે સન્માન આપે છે.

 રાહુલના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા. બૂથ સ્તરીય સભામાં રાહુલે ભાજપ અને મોદી સરકારને નિશાને લીધી હતી રાહુલ ગાંધીએ  કહ્યું કે તેમનો પક્ષ વાજપેયીની વિરૂદ્ધ લડ્યો હતો. પરંતુ વાજપેયીએ હિન્દુસ્તાન માટે કામ કર્યુ છે. અમે તેમનો આદર કરીએ છીએ. વાજપેયી બિમાર છે ત્યારે અમે તેની સાથે ઉભા છીએ. સૌથી પહેલા હું તેમને જોવા માટે ગયો હતો.

  આ જ આપણો ઇતિહાસ અને ધર્મ છે. નાણાપ્રધાન અરુણ જેટલી ઉપર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અરુણ જેટલી કહે છે કે દેવું માફ કરવું એ તેમની પોલિસી નથી. મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે પરંતુ ગરીબ માણસોને એકપણ પૈસો આપતા નથી.

(12:00 am IST)
  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST

  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST