Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પશ્ચિમ બંગાળમાં ડઝનેક હિન્દુઓના ઘરો સળગાવ્યા: બોંબ ઝીકયા: ગોળીબાર:17ની ધરપકડ, :કલમ 144 લાગુ

કોલકતા : પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તેલ્નીપરામાં, ચોક્કસ સમુદાયના લોકોએ ડઝનેક હિન્દુઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. ઉર્દુ માર્કેટમાં હિંસક અથડામણ થઈ હતી.   પછી અનેક સ્થળોએ હિંસક બનાવ બન્યા હતા અને દેશી બોમ્બ ઝીંકવામાં આવ્યા હતા.17ની ધરપકડ, કલમ 144 લાગુ કરવામાં આવી છે. હિન્દુ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં ચોક્કસ સમુદાયના લોકોએ પ્રવેશ કર્યો અને ગોળીબાર કર્યો અને માર માર્યો હતો , મમતા બેનર્જીએ કહ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(11:26 pm IST)