Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

હવે 22મીથી રેલવેતંત્ર મેલ-એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવા તૈયારીમાં :15મીથી ઓનલાઇન શરૂ થશે ટિકીટ બુકિંગ

ટ્રેનોમાં વેઈટિંગ ટિકીટ હશે પણ તત્કાલ કે પ્રીમિયમ તત્કાલ ટિકીટ નહીં હોય.

 

નવી દિલ્હી : હવે રેલવે તંત્ર દેશમાં મેલ એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાની તૈયારી કરે છે  રેલવે મંત્રાલયે તેના માટે આજે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે ટ્રેનોમાં વેઈટિંગ ટિકીટ હશે પણ તત્કાલ કે પ્રીમિયમ તત્કાલ ટિકીટ નહીં હોય. ટ્રેનો આગામી 22મી મે થી ચાલશે. ટ્રેનોમાં મુસાફરી માટે ટિકીટ બુકિંગ 15 મે થી શરૂ થશે. તેમાં આઈઆરસીટીસીની બેવસાઈટ દ્વારા બુકિંગ કરવામાં આવશે.

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રમિક અને રાજધાની સ્પેશિયલ ટ્રેનની માફક હવે મેલ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન પણ ચલાવવામાં આવશે. તેમાં શતાબ્દી સ્પેશિયલ અને ઈંટર સિટી સ્પેશિયલનો પણ શમાવેશ થઈ શકે છે. ગાડીઓમાં તત્કાલ અને પ્રિમિયમ તત્કાલ ટિકીટની વ્યવસ્થા નહીં હોય, પણ વેઈટિંગ લિસ્ટ બનાવવામાં આવશે. જોકે તેમાં આરએસીની ટિકીટ નહીં કાપવામાં આવે. શ્રમિક અને રાજધાની સ્પેશિયલમાં પણ માત્ર કન્ફર્મ ટિકીટો બુક થતી હતી.

અધિકારીના જણાવ્યા પ્રમાણે મેલ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનમાં ફર્સ્ટ એસી કે એક્ઝિક્યૂટિવ ક્લાસના વેઈટિંગમાં 20 ટિકિટ કાપવામાં આવશે જ્યારે એસી 2 ક્લાસમાં 50 અને 3 ક્લાસમાં 100 સીટોનું વેઈટિંગ લિસ્ટ રાખવામાં આવશે. સ્લીપર ક્લાસમાં વેઈટિંગ લિસ્ટમાં 200 ટિકીટ કાપવામાં આવશે. ટિકીટનું બુકિંગ આગામી 15મે થી શરૂ થઈ જશે જ્યારે 22 ટ્રેનો શરૂ થશે. ટ્રેનો કયા રૂટ પર ચાલશે તેની જાહેરાત પછીથી કરવામાં આવશે.

અગાઉ રેલવેએ 12 મે થી 15 રાજધાની સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની શરૂ કરી હતી. જેમાં અમદાવાદ અને જમ્મુ તવી રાજધાની સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે. કોરોનાના પ્રકોપના કારણે છેલ્લા 50થી વધરે દિવસથી બંધ રેલવે ધીમે ધીમે કરીને ફરીથી શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

(11:10 pm IST)