Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

નાકુ તોડી ભાગેલાને ઠાર કરાતા શ્રીનગર સહિત કાશ્મીરમાં મોટાપાયે દેખાવો થઈ રહ્યા છે

શ્રીનગરમાં નાકાબંધી તોડનાર વ્યકિતને સીઆરપીએફ ગોળી મારતા તેનું મોત નિપજ્યાના પગલે કાશ્મીરમાં જબ્બરદસ્ત વિરોધ દેખાવો થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં નેટ બંધ કરી દીધુ છે. ઉમર અબ્દુલ્લાએ તપાસ માંગી છે. જમ્મુ કાશ્મીરના બડગામના નરબલ કવોલામાં આ ઘટના બની છે. બે નાકા તોડી આ યુવાન તેની સિવિલ કારમાં ભાગતા તેના ઉપર ગોળી છોડાયેલ. સ્થિતિ કાબુમાં છે

(4:12 pm IST)