Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પાકિસ્તાનના થારપારકર અને નારાના રણમાં વનસ્પતિ સાફ : તીડના ઝુંડ અજમેર પહોંચ્યા

જોધપુરઃ રણની  તીડ એક મહિના પહેલા જ સ્પ્રિંગ બ્રીડીંગમાંથી સમર બ્રિડીંગમાં પ્રવેશ કરી ચુકી છે. પાકિસ્તાનમાં મોટા તીડ હોવાથી ત્યાંના થારપારકર અને નારા રણમાં વધેલી વનસ્પતી ગાયબ થઇ ગઇ છે. હવે ભુખ સંતોષવા તીડના ઝુંડ બાડમેરના ગડરા રોડ અને જેસલમેરના ધનાના ગામથી ભારતમાં આવી રહયા છે. અજમેર સુધી પહોંચેલ તીડે હવાની દીશા બદલતા ફરી નાગોૈર તરફ ગઇ હતી. બીજી તરફ જોધપુરના ફલાદીમાં પણ તીડ વિરૂધ્ધ ઓપરેશન ચાલુ છે. આ દશ દિવસમાં જ ૧૫ હજાર હેકટર વિસ્તારમાં તીડ ઉપર સ્પ્રે કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાન થઇને બીજા તીડના મોટા ઝુંડ આવશે. સંયુકત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષી સંગઠનને મે-જુનમાં તીડના હુમલાની  આશંકા દર્શાવેલ પણ તીડ સમયથી પહેલા જ આવી ગયા છે. જોધપુર સ્થિત તીડ ચેતવણી સંગઠન (એલ ડબલ્યુઓ ) અને રાજય સરકારે મળીને તીડ વિરોધી ઓપરેશન શરૂ કર્યુ છે. પ્રદેશમાં ખેડૂતોનો સર્વે કરાઇ રહયો છે. ટ્રેકટર વાળા ખેડૂતો ગ્રામ સરકારી સેવા સમીતીથી પોતે જ પેસ્ટીસાઇડ ખરીદી તીડને રોકવા પડશે જેથી તીડને આગળ વધતા પહેલા જ રોકી દેવાય. રાજય  સરકારે એલડબ્લ્યુઓને ૬૦૦ ટ્રેકટર ભાડે લેવા પણ પરવાનગી આપી છે.

(1:13 pm IST)