Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સરકાર આઈટીઆર ભરવાની તારીખ લંબાવી શકે છે

હાલ ૩૧ જુલાઈ છે તે વધારવામાં આવે તેવી શકયતાઃ ટેકસ ઓડીટની તારીખ પણ વધી શકે છે

નવી દિલ્‍હી, તા. ૧૩ :. સરકાર ઈન્‍કમટેક્ષપેયર્સને રાહત આપવા વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે કોરોનાના કારણે એસેસમેન્‍ટ યર-૨૦૨૦-૨૧ માટે રીટર્ન ભરવાની તારીખને વધારવામા આવે તેવી શકયતા છે. હાલ ૩૧ જુલાઈ રીટર્ન ભરવાની અંતિમ તારીખ છે. આ સિવાય ટેક્ષ ઓડિટ કરવાની તારીખને પણ લંબાવવામાં આવે તેવી શકયતા છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે આ અંગે નાણા મંત્રાલય અને સીબીડીટી વચ્‍ચે બેઠકો ચાલી રહી છે. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે કરદાતાઓને ટેકસ રીટર્ન ફાઈલ કરવા માટે વધુ સમય મળી શકે છે. સરકાર આવા કેટલાક પગલા વિચારી રહી છે. ઈન્‍કમ ટેક્ષ રીટર્ન સાથે જોડાયેલ અલગ અલગ તારીખોને પણ વધારવા વિચાર થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે વિવાદ સે વિશ્વાસ સ્‍કીમની મુદત પણ વધી શકે છે. હાલ અંતિમ તારીખ ૩૦ જૂન છે.

(11:07 am IST)