Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉન ૪.૦ કેવુ હશે ? આ રહી સ્‍પષ્‍ટ વિગતો

રાજયો જ નક્કી કરશે કે કયો વિસ્‍તાર ક્‍યા ઝોનમાં રહેશે ? માત્ર રેડ ઝોન અને હોટસ્‍પોટમાં જ આકરા નિયમો રહેશે

નવી દિલ્‍હી, તા. ૧૩ :. કોરોના વાયરસ વિરૂદ્ધ દેશમાં જારી જંગ વચ્‍ચે પીએમ મોદીએ ગઈકાલે દેશને સંબોધન કર્યુ હતું. તેમણે સંબોધનમાં લોકડાઉન ૪.૦ના સંકેત આપ્‍યા હતા. પીએમના જણાવ્‍યા પ્રમાણે નવુ લોકડાઉન નવા નિયમોવાળુ હશે. જો કે રાજ્‍યોના સૂચનો અનુસાર નિયમો નક્કી થશે.

૧૭મી મે એ લોકડાઉન ૩.૦ પુરૂ થઈ રહ્યુ છે. પીએમએ કહ્યુ હતુ કે એ પહેલા વિગતથી વિગતો અપાશે. બધા રાજ્‍યો પાસે ૧૫મી સુધીમા સૂચનો માંગવામાં આવ્‍યા છે. પીએમએ કહ્યુ હતુ કે લોકડાઉન ૪.૦ નવા રૂપરંગવાળુ અને નવા નિયમોવાળુ હશે.

લોકડાઉન ૪.૦ માત્ર રેડ ઝોન અને હોટસ્‍પોટમાં જ કડક રહેશે. ગ્રીન ઝોનમાં વધુ છૂટ અપાશે. ઝોન નક્કી કરવાનો અધિકાર રાજ્‍યોને અપાશે. સીમીત સ્‍ટાફ સાથે ઓફિસો ચાલુ કરી શકાશે. રેલ્‍વેની જેમ વિમાન સેવા પણ શરૂ કરી શકાશે. અત્રે નોંધનીય છે કે મહારાષ્‍ટ્ર, પંજાબ, બંગાળ સહિતના રાજ્‍યોએ લોકડાઉન વધારવાની માંગણી કરી હતી. જ્‍યારે અનેક રાજ્‍યોએ તે હળવુ કરવાની માંગણી કરી હતી.

લોકડાઉન ૪.૦માં રાજ્‍યો જ નક્કી કરશે કે ક્‍યા વિસ્‍તાર ક્‍યા ઝોનમાં રહેશે ? વડાપ્રધાને આવુ નક્કી કરવા રાજ્‍યોને છૂટ આપી છે.

(10:59 am IST)