Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનથી કંટાળીને એન્જિનિયરે કરી આત્મહત્યા

મુંબઇ તા.૧૩ : લોકડાઉનના એકાંતથી કંટાળી એકલા પડેલા ર૭ વર્ષના યુવાને ગઇ કાલે આત્મહત્યા કરી હોવાની ઘટના કોપરખેરણેમાં બની છે. જે જગ્યાએ આત્મહત્યા કરી ત્યાં યુવક તેનાં ભાઇ-બેન સાથે રહેતો હતો, પણ લોકડાઉન શરૂ થયું ત્યારથી તેના પરિવારજનો દેશમાં અને તે એકલો કોપરખેરણેમાં ફસાઇ ગયો હતો.

કોપરખૈરણે સેકટર ચારમાં રહેતો સુરજ સખારામ સૂર્વે એન્જિનિયર હતો અને ઐરોલીમાં આવેલી એક કંપનીમાં કામ કરતો હતો. લોકડાઉનને કારણે તેની ઓફીસ પણ બંધ હતી. ઘરે રહી તે કામ કરતો હતો. તેના પરિવારજનો સાથે સોમવારે રાતના વાત કરતા તે બોલ્યો હતો કેતે બહુ કંટાળી ગયો છે. અને લોકડાઉન હજી વધતું જ જાય છે. એવું તેના ભાઇના સ્ટેટમેન્ટમાં તેણે જણાવ્યું હતું. હાલમાં બોડીને પોસ્ટમોટમ માટે મોકલી તપાસ હાથ ધરાઇ છે. તેના મોબાઇલને પણ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો હતો.

(10:28 am IST)