Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

H-1B વર્ક વિઝા ધરાવતા અને OCI કાર્ડ ધરાવતા ભારતીયો અમેરિકામાં રોકાઈ જવા મજબુર : ભારતીય દૂતાવાસે મુકેલા અંકુશને કારણે વતનમાં જઈ શકતા નથી

વોશિંગટન : તાજેતરમાં અમેરિકા ખાતેના ભારતીય દૂતાવાસે કરેલી ઘોષણા મુજબ ભારતમાં લોકડાઉનને કારણે આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ હોવાથી ઓસીઆઈ કાર્ડ ધરાવતા તથા વગર વિઝાએ ભારત જઈ શકતા લોકો માટે કામચલાઉ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જેના પરિણામે એચ-1બી વર્ક વિઝા ધરાવતા લોકો પણ અટવાઈ પડ્યા છે.તેમની વિઝાની મુદત પુરી થઇ ગયાના 60 દિવસ બાદ નોકરી જવાના ભય વચ્ચે  તેઓ વતનમાં પરત ફરી શકતા નથી.તેમજ જન્મજાત ગ્રીન કાર્ડ ધરાવતા પોતાના બાળકોને પણ ભારત લઇ જવા દેવાનો ઓથોરિટી દ્વારા ઇન્કાર કરાઈ  છે.તેથી તેઓ મુસીબતમાં મુકાઈ ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:41 am IST)