Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ચાઈના સાથે વ્યાપાર અંગે ફરીથી ચર્ચા કરવા ટ્રમ્પનો ઇન્કાર : ટ્રેડ વોર નાબૂદ કરવા આ અગાઉ થયેલા કરારનું ચીને ઉલ્લંઘન કર્યું હોવાથી નારાજ

વોશિંગટન : ચાઈના સાથે ફરીથી વ્યાપાર કરાર કરવાનો અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.તેમણે જણાવાયા મુજબ આ અગાઉ ટ્રેડ વોર નાબૂદ કરવાના કરાર થયા હતા.જેનું ચીને ઉલ્લંઘન કર્યું છે.તેથી હવે મને ફરીથી તેની સાથે ચર્ચા કે કરાર કરવામાં કોઈ રસ નથી તેવું તેમને જણાવ્યું  હતું.
ઉલ્લેખનીય છે કે ચાઈનાએ ટ્રેડ કરારના કરેલા ઉલ્લંઘનથી નારાજ થયેલા ટ્રમ્પએ આ માટેના પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:37 am IST)