Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

યુપીના મછલીશહરમાં મુસ્લિમ મહિલાઓએ લગાવ્યો આરોપ: મતદાન કરતાં અટકાવ્યા

કબુલપૂર મતદાન મથકમાં ત્રણ બૂથ જેમાં બેમાં મતદાન ચાલુ ત્રીજું બંધ

મછલીશહરઃ લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે, મછલીશહેર લોકસભા બેઠકના કબુલપૂર મતદાન મથકમાં સવારથી જ મતદાન થઈ શક્યું નથી. મુસ્લિમ મહિલાઓ સવારથી લાઈન લગાવીને ઊભી રહી ગઈ હતી. મહિલાઓનો આરોપ છે કે, તંત્ર દ્વારા જાણીજોઈને તેમને વોટ આપતા રોકવામાં આવી રહ્યા છે. આટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં શા માટે EVM ચાલુ થઈ શક્યા નથી? 

કબૂલપુર મતદાન કેન્દ્રમાં ત્રણ બૂથ છે, જેમાં બેમાં મતદાન ચાલુ થઈ ગયું છે જ્યારે 203 નંબરના એક બૂથ પર મતદાન શરૂ થઈ શક્યું નથી. આ બૂથ પર 1 હજાર મતદારો છે, જેમાંથી 90 ટકા મુસ્લિમ મતદાર છે. હવે મતદારો પાછા જતા રહ્યા છે અને અહીં હોબાળો ચાલુ છે.

(12:00 am IST)